29/05/2018

રોમાન્સ વસંત નો

એના આગમન થકી
દિલ રોમાંચિત થઈ ચુક્યું,
પાનખર ખસી ગઈને
વસંત ઋતુ આવી ગઈ.
વેલી વૃક્ષને લત્તાઓ
કેવી લહેરાઈ ગઈ,
સ્પર્શ સ્પંદન ફલો
મારી તરફ ઝુકી ગયા.
હળવે હળવે કૂંપણો
લાલાશથી ફૂટી રહી,
પેલા ભમરા ના ગુંજનના તાલે.
સુગંધ વાયરા ઉપર સવાર થઈ માલે,
‘કુમાર’ આ રોમાન્સ તો છે વસંતનો.
જેની ચર્ચા ચારેકોર થઈ રહી...!
“કુમાર” ભાવેશ બી.પરીખ
(મહેસાણા)