29/05/2018

મફત મા મળુ છુ

કોઈ મને ખરીદશો નહિં,
હું મફતમાં મળું છું.
ન બોલાવો તો ઠીક છે,
હું સામેથી ભળું છું.
ઈરાદાઓ તમે લાખ છુપાવો,
હું દૂરથી જ કળું છું.
કેટલા રસ્તા બંધ કરશો?
હું બારોબાર નીકળું છું.
નિર્દોષ કાયમ નિરાધાર છે,
જોઈને રોજ બળું છું.
ના ચીજને પણ ન્યાય મળે,
કામ એવું જ કરું છું.
વાતો બધાની સાંભળું પણ
ઝીણું ખૂબ દળું છું.
તમે માનો કે ન માનો,
હું નીતિ મુજબ જ રળું છું. મનસુખ જગડ. (ભાવનગર)