12/10/2019

ગામડું કેવું હોય ?

ગામડું કેવું હોય ?
ધૂળ ઢેફા ને પાણાં હોય
ભીંતે-ભીંતે છાણાં હોય
ટાણાં એવા ગાણાં હોય
મળવા જેવા માણાં હોય
ઉકરડાં ને ઓટા હોય
બળદીયાના જોટા હોય
પડકારા હાકોટા હોય
માણસ મનનાં મોટા હોય
માથે દેશી નળીયા હોય
વિઘા એકનાં ફળીયા હોય
બધા હૈયાબળીયા હોય
કાયમ મોજે દરીયા હોય
સામૈયા ફુલેકા હોય
તાલ એવા ઠેકા હોય
મોભને ભલે ટેકા હોય
દિલના ડેકા-ડેકા હોય
ગાય,ગોબર ને ગારો હોય
આંગણ તુલસીક્યારો હોય
ધરમનાં કાટે ધારો હોય
સૌનો વહેવાર સારો હોય
ભાંભરડા ભણકારા હોય
ડણકું ને ડચકારા હોય
ખોંખારા ખમકારા હોય
ગામડાં શહેર કરતા સારા હોય:
ગામડા ની મોજ.....