આ ખીલેલા ફૂલોનાં ઉપવનમાં ,
આ મૂરઝાયેલા ફુલો શું કામના?
નથી કોમળતા પાસે
નથી સુગંધ અનેરી,
કહે છે. ખુદને અમે ફૂલ ગુલાબ,
એવાં રાખ્યા નામ, મોટા શું કામના?
આ દિલોમાં રહેનાર દિલદાર માટે,
આ મોંઘાદાટ ફ્લેટો શું કામના?
નથી સ્નેહ પાસે, નથી સહવાસ નોખો,
કહે છે. ખુદને અમે મોંઘેરા મકાન
એવાં ચાર દિવાલના
ઉભા ખોખા શું કામના?
છે જેના માટે મા-બાપ,
ભાઈ-ભાડુ એક શબ્દ,
એવાં લોકો ક્યાં છે કોઈનાય કામના
નથી લાગણી પાસે, નથી સમજ કુટુંબની
કરે છે દુનિયા સમક્ષ,
સંબંધની જાળવણી
એવાં દેખીતા, ખોબલા
સંબંધ શું કામના?
આ મૂરઝાયેલા ફુલો શું કામના?
નથી કોમળતા પાસે
નથી સુગંધ અનેરી,
કહે છે. ખુદને અમે ફૂલ ગુલાબ,
એવાં રાખ્યા નામ, મોટા શું કામના?
આ દિલોમાં રહેનાર દિલદાર માટે,
આ મોંઘાદાટ ફ્લેટો શું કામના?
નથી સ્નેહ પાસે, નથી સહવાસ નોખો,
કહે છે. ખુદને અમે મોંઘેરા મકાન
એવાં ચાર દિવાલના
ઉભા ખોખા શું કામના?
છે જેના માટે મા-બાપ,
ભાઈ-ભાડુ એક શબ્દ,
એવાં લોકો ક્યાં છે કોઈનાય કામના
નથી લાગણી પાસે, નથી સમજ કુટુંબની
કરે છે દુનિયા સમક્ષ,
સંબંધની જાળવણી
એવાં દેખીતા, ખોબલા
સંબંધ શું કામના?