26/06/2017

થય જાય તો સારુ


જીંદગીમાં મારું આ કામ
થઈ જાય તો સારું,
ઈચ્છાઓ મારી ગુલામ
થઈ જાય તો સારું.

મુશ્કેલ છે, પણ નામુનકીન નહીં,
ખ્વાબો પર મારી લગામ
થઈ જાય તો સારું.

ના રહે કોઈ આશ કે
અરમાન આ દિલમાં,
દિલમાંજ એની કત્લે-આમ
થઈ જાય તો સારું.

જીંદગીની દરેક ક્ષણને
પછી હું જામ સમજીને જીવું,
શરાબીનો મારા પર ઈલ્ઝામ
થઈ જાય તો સારું.

ના ઉતરે ખુદાની બંદગીનો કૈફ મને,
મારા જેવો દરેકનો અંજામ
થઈ જાય તો સારું.

બંદગી ખુદાની કરવાની શું
માત્ર મતલબ માટે,
બે-મતલબ ખુદાને સલામ
થઈ જાય તો સારું.

ભલે ના સમજાય,
દુનિયાને મારી ગઝલ,
''શબ્દ'' જેવો દુનિયાનો
આલમ થઈ જાય તો સારું.