ભગવાન શિવજીએ ખુશ થઇ જઇને તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે માગ્યું :
શિવજીનો એક વાનરભક્ત
સાત દુર્ગુણો કયા ?
સાત પાપ કયા ?
સાત ભૂલો કઇ ?
એ સાત કુકર્મોમાંથી મુક્તિ મળી શકે ? ક્યારે ? કેવી રીતે ?
મને વાનર જ રહેવા દો.'
ભગવાન શિવ વરદાન આપવા તૈયાર હતા અને ભક્ત કહેતો હતો : 'હું વાનર જ ઠીક છું.'
શિવજી કહે : 'વાનર શા માટે ? તું વાનર અત્યારે છે જ. હું તને માનવ બનવાના આશીર્વાદ આપું છું.'
'ના ભગવાન', ભક્તએ વાત શરૃ કરી : 'એ મને મળેલો શાપ છે. હું શાપમાંથી મુક્ત થવા નથી માગતો. આપણાં ગુનાઓની સજા આપણે ભોગવવી જ રહી. પાપને થાપ આપવાનો કોઇ અર્થ નથી.'
શિવજીની સાથે જ પાર્વતીજી બેઠાં હતાં. દેવી પાર્વતીએ પૂછ્યું : 'તારા જેવા ભલા માણસને શાપ ? કોણે આપ્યા ? શું કામ આપ્યા ?'
ભક્ત કહે : 'મા ! આજે ભલા દેખાતા માણસો હંમેશા ભલા હોતાં નથી. વાલ્મીકિ એક જમાનામાં લૂંટારો વાલિયો હતો. સંત અંગૂલિમાલ ખાસ જમાનામાં માણસોને જંગલમાં લૂંટી લૂંટી તેમની આંગળીઓ ભેગી કરતો હતો. આંગળીઓનો હાર જેમ મોટો થતો તેમ તે રાજી થતો.'
'તો તારી પણ એવી કોઇ કથા છે ? તારો પણ કોઇ ભૂતકાળ છે ?'
મા પાર્વતીના જવાબમાં વાનરમૂખો ભક્ત કહે : 'હા માતા ! હું આમ તો ગાંધર્વ. સર્વ વાતે સુખી. સર્વ રીતે સુખી. દુ : ખનું નામ નિશાન નહિ. પણ અત્યંત સુખ સારું નહિ મા...!'
'કેમ ?'
'મારો અનુભવ કહે છે.'
'શું કહે છે તારો અનુભવ ?'
'એ જ કે સુખમાં હું છકી ગયો. મારી સીમા ઉલ્લંઘી ગયો. મારી મર્યાદા ઠેકી ગયો. મારો સંયમ કૂદી ગયો, મારી નીતિ ભૂલી ગયો, મારો નિયમ યમને સોંપી દીધો, મારી દ્રષ્ટિ અવળી કરતો ગયો, મારા કાર્ય અને મારી પ્રણાલી...'
'બસ બસ બસ', દેવી કહે : 'વાત જ કહે, વર્ણન નહિ.'
'મારામાં સાત કુટેવો હતી.' ગાંધર્વે કહેવા માંડયું : 'હું કોઇનું છીનવીને ખાઇ જતો. ગર્વ તેને ગમે ત્યારે અડપલું કરી જતો. ખાધા પછી ભારે ઊછળકૂૂૂદ કે ધમાલ કરતો. બીજા શું કરે છે એ જોવાનું મને ગમતું. એ માટે બારીએ બેસી જતો. બારીમાંથી ટગરટગર જોયા કરતો. હાથમોં ધોતો નહિ, શરીરે જ હાથ લૂછી નાખતો. મારા કરતાં બીજાની જ ચીજવસ્તુઓ મને ગમતી. ખાવા સિવાય કોઇ કામ કરતો નહિ. ખાવા સારું સારું જ જોઇએ. ખાધા પછી પડી રહેતો. એટલે જ્યારે કામ આવી પડે કે લડાઇ આવે ત્યારે હું કામનો રહેતો નહિ.'
'બાપ રે !' દેવી પાર્વતીજીએ શિવજી સામે જોઇને કહ્યું : 'એક નહિ અને સાત દુર્ગુણ ?' ઈર્ષા, લોભ, આળસ, ઠેકડી, આંચકા-આંચકી, ગંદકી, ખાઉધરાપણું...?
'હા મા' વાનરમૂખા ગાંધર્વે કહ્યું : 'ગાંધર્વો સામેની અસૂરોની એક લડાઇમાં હું કામમાં આવ્યો નહિ. શક્તિ હોવી અને નકામા થઇ જવું. એ મોટામાં મોટું કલંક છે. વાનરરાજે મને શાપ આપી દીધો : 'જા વાનર થઇ જા.'
'ઓહ !' દેવી કહે : 'તો તું ગાંધર્વ છે ?'
'હા માતે !' ગાંધર્વ કહે : 'પણ મને જે વરદાન આપવું હોય તે આપો, મને વાનર બની રહેવા દો. મારી ઓળખાણ હું મારી સાથે જ લઇને જીવવા માગું છું.'
બાળ મિત્રો ! શિવ અને પાર્વતીજી બેઠાં હતાં. સરસ માઝાનો કુદરતી ઓટલો હતો. ત્યાં જ બીલીપત્રનું ઝાડ હતું. એક વાનર એ બીલીના ઝાડ પર આવ્યો. તેણે શિવજી પર બીલીપર્ણો વરસાવ્યા. ભગવાન શિવની બીલીપાનોથી પૂજા કરી.
ભગવાન શિવજીને બીલીપત્રો બહુ જ ગમે. તેઓ રાજી રાજી થઇ ગયા. પાર્વતીજીને કહે : 'કોઇક ભક્ત મારા પર બીલીપત્રોનો અભિષેક કરે છે.'
પાર્વતીજીએ જોયું તો ઝાડ પર વાનર હતો. ઝાડ હલાવી હલાવી મહાદેવ પર બીલી પાંદડાંઓનો વરસાદ વરસાવતો હતો.
શિવજીની કૃપાથી પાર્વતીજીના કહેવાથી એ વાનર નીચે આવ્યો. તેણે હાથ જોડીને શિવ-પાર્વતીને પોતાની બધી વાત કહી.
પાર્વતજી કહે : 'તો તું ગાંધર્વ છે, ખરું ?'
'ખરું', ગાંધર્વ કહે : 'પણ વાનર છું, વાનર રહેવા માગું છું. મારા શાપનો ઉપાય ભગવાનની પૂજા હતી. તે મેં કરી. હવે સુધરી ગયો છું. મને જે આશીર્વાદ આપવા હોય તે આપો, પણ મને વાનરમૂખો જ રહેવા દો, રહેવા દો, રહેવા દો !'
ભગવાન શિવ કહે : 'જે પાપનું પ્રાયશ્ચિત કરે છે એ પુણ્યશાળી બને છે. શુદ્ધિમાં આવી જે પાપનો સ્વીકાર કરે છે એ નિષ્પાપ બને છે. પોતાની ભૂલોને જે ઓળખી-પારખી શકે છે એ સારા બનવા તરફ આગળ વધે છે. ભક્ત ગાંધર્વ, તારી ભક્તિ હું સ્વીકારું છું. તારું પ્રાયશ્ચિત મને માન્ય છે. તારો પસ્તાવો ગંગાસ્નાનથી ચઢિયાતો છે. તારી કબૂલાત કામવિજયી છે, કાળવિજયી છે. તે ઉપર તારી વાનર રહેવાની શરત મને ઘણી જ ગમી છે દેવી...!'
ભગવાન શિવે દેવી પાર્વતીજી સામે જોયું.
દેવી કહે : 'એને એવું વરદાન આપો કે એને ભૂલો કર્યાનો ખ્યાલ રહે, અને છતાં સારા પવિત્ર ભલાં કામો એ કરી શકે.'
ભગવાન શિવજી કહે : 'વાનર-ગાંધર્વ અથવા તો ગાંધર્વ-વાનર, આજથી અમે તને મૂચકુંદ નામ આપીએ છીએ. એ અમારું ઈનામ છે. અમારા આશિષ છે. તું જન્મોજન્મ મૂચકુંદ બની રહેશે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્યો કરતો રહેશે. પૃથ્વી પરથી દાનવોને દૂર કરશે. દેવતાઓ પણ તારી આરાધના કરશે. તું વાનરમુખે વાહ-નર-મુખો બની જશે. તથાસ્તુ !
બાળમિત્રો ! એ ઋષિ તે મૂચકુંદ ઋષિ. તેને મહામાનવ કહેવામાં આવ્યા છે. મૂન એટલે વાનર, કુંદ એટલે મુખ.
શુદ્ધ થયા પછી પણ પોતાની આવી ઓળખાણ રાખનાર કેટલા છે ? કદાચ એકલા મૂચકુંદ