03/05/2019

આ રીતે ખાશો ઈંડા તો ફાયદો બમણો થશે... જાણો શુ મળશે બેનિફિટ્સ


આમ તો ઈંડા એક કંપ્લીટ ફુડ છે. પણ જ્યારે તેને બીજા હેલ્દી ફૂડ સાથે મિક્સ કરીને ખાવામાં આવે છે તો તેના હેલ્થ બેનિફિટ્સ વધુ મળે છે. ઈંડાને ફાય કરવાને બદલે તેને બાફીને અને કાળા મરી જેવા હેલ્દી ફુડ ભેળવીને ખાવાથી તે વધુ ઈફેક્ટિવ રહે છે. આવો જાણીએ ઈંડા ખાવાના 7 ટિપ્સ.. - હળદર નાખીને ખાવ - તેને ખાવાથી ફેટ સેલ્સ બર્ન થાય છે અને વજન ઓછુ થવા માંડે છે. આ બંનેની તાસીર ગરમ હોય છે જે ઠંડીથી બચાવવામાં મદદગાર છે.
- કળા મરી સથે ખાવ - કાળા મરીમાં રહેલા ફાઈટોન્યૂટ્રિએંટ્સ વજન ઘટાડવામાં લાભકારી છે. બાફેલા ઈંડામાં કાળા મરી પાવડર મિક્સ કરીને ખાવાથી વજન ઝડપથી ઘટે છે.
 - સંચળ નાખીને ખાવ - આ બંનેમાં એંટી બેક્ટેરિયલ ગુણ હો છે જે અસ્થમા જેવી શ્વાસની તકલીફની બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેને ખાવાથી ડાયજેશન ઠીક રહે છે. 
 - જીરા પાવડર નાખીને ખાવ - આ બંનેમાં આયરનની માત્રા વધુ હોય છે જેનાથી લોહીની કમી દૂર થાય છે. તેને ખાવાથી એનર્જી મળે છે. 
 - દૂધમાં મિક્સ કરીને પીવો - દૂધ અને ઈંડા બંનેમાં કેલ્શિયમ હોય છે જેનાથી હાડકા મજબૂત થાય છે અને જ્વોઈંટ પેનથી રાહત મળે છે. 
 - ચીઝ સાથે ખાવ - આ બંનેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જેનાથી મસલ્સ મજબૂત થાય છે. આ કમજોરી દૂર કરવામાં મદદ કરે છે. 
 - ઓલિવ ઓઈલમાં બનાવીને ખાવ - ઈંડામાં રહેલ બાયોટિન અને ઑલિવ ઓઈલમાં વિટામિન ઈ હોય છે જેનાથી સ્કિનનો ગ્લો વધે છે. ઈંડા સાથે જોડાયેલ કેટલીક માન્યતાઓ.. 
 - ઈંડા ખાવાથી વજન વધે છે - ઈંડામાં ફેટ અને કેલોરી ઓછી હોય છે. તેને ખાવાથી મેટાબોલિજ્મ ઈપ્રૂવ થાય છે અને મોડા સુધી ભૂખ લાગતી નથી જેથી વજન ઓછુ થવા માંડે છે. 
 - ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે - અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યૂટ્રીશાનની રિસર્ચ મુજબ હાઈ કોલેસ્ટ્રોલ ફૂડ ખાવાથી બ્લડમાં કોલેસ્ટ્રોલ વધતુ નથી. રોજ એક ઈંડુ ખાવુ આરોગ્ય માટે લાભકારી છે. 
 - શુ સૌથી વધુ પ્રોટીન આના પીળા ભાગમાં હોય છે - WHO મુજબ તેના સફેદ ભાગમાં પ્રોટીનની માત્રા યોક(પીળાભાગ) કરતા બમણી હોય છે. જે લોકો પ્રોટીન માટે ઈંડા ખાય છે તેમણે તેનો યોક કે સફેદ ભાગ ખાવાને બદલે આખુ ઈંડુ ખાવુ જોઈએ.