શિયાળભાઈના મનમાં લુચ્ચાઈ હતી. મગરને કાચા ફળ આપવા અને ભાવ પાકા ફળનો કહેવો. કાચા ફળનો ભાવ ઓછો છે, અને પાકા ફળનો ભાવ વધારે છે. એટલે વધે એ પૈસા આપણા આવો વિચાર શિયાળભાઈ મનમાં રમતો હતો
સસલાભાઈએ મગરને એક યુક્તિ સમજાવી દીધી. મગરે સસલાભાઈનો આભાર માન્યો. બંને મિત્ર પાછા દુકાન બાજુ આવવા નીકળ્યા. મગરભાઈએ યુક્તિ બરાબર મગજમાં ઉતારી લીધી છે
એક જંગલ. સામે કાંઠે નદી છે. નદી મોટી છે. નિર્મળ નદીના નીરનો ઉપયોગ ભોળા વાંદરાભાઈથી માંડીને લુચ્ચા શિયાળભાઈ સુધી બધા પ્રાણીઓ કરે છે !
જંગલમાં વાંદરાભાઈને ફળની દુકાન છે. સસલાભાઈ જેવા સમજુ સાથીદાર છે !
નદીમાં મગર રહે છે. મગરભાઈને ફળ ખાવાની ઈચ્છા ઘણા સમયથી હતી પણ આ બાજુ કોઈ ફરવા આવે તો તેને ભલામણ કરી શકાય કે, મારા માટે ફળ લાવજો. આ બાજુ અવરજવર ઓછી રહેતી.
એવામાં એક દિવસ લુચ્ચા શિયાળભાઈ આ બાજુ ફરતા ફરતા આવી ચડયાં. બીચારા કરે પણ શું ? વાંદરાભાઈની દુકાન બાજુ જતાં શરમ આવતી હતી. 'એકના ડબલ' કરવા જતાં પોતે જ અડધા થઈ ગયા હતા. આ બરાબર યાદ હતું પછી ક્યાંથી એ બાજુ ચાલે. શિયાળભાઈ લહેરથી ટહેલે છે. આ બાજુ મગર તેને જોઈ ગયો. તેને થયું 'લાવ શિયાળભાઈને ભલામણ કરૃ, જો ફળ લાવી આપતા હોય તો તેનો પાડ !'
'એ શિયાળભાઈ' મગરે બૂમ પાડી.
ટહેલતા શિયાળભાઈ પલટયા, જોયું તો મગર બોલાવે. તે નજીક કાંઠા પાસે આવ્યાં. 'મને બોલાવો છો ?'
'હા ! તમારૃં કામ છે.' મગર બોલ્યો.
'બોલો શું કામ છે ?' શિયાળભાઈ નજીક આવ્યા.
'વાત એમ છે ને શિયાળભાઈ, કે મને ફળ ખાવાની ઈચ્છા થઈ છે. તમે બેચાર દિવસે આ બાજુ ફરવા નીકળતા હો તો લેતા આવવા આ કામ છે !'
'અરે મને એમાં શો વાંધો હોય ! ખુશીથી લેતો આવીશ.' 'તો એમ કરો.' મગર બોલ્યો. 'મારી પાસે પૈસા છે. એ તમે રાખો. મારા માટે ફળ થોડા પૈસાના લેતા આવજો.' મગરભાઈએ પૈસા આપ્યા. શિયાળભાઈ પણ આડીઅવળી વાતો કરી રવાના થયા.
કહેવાય છે ને કે, ડાહ્યો પોતાનું ડહાપણ નથી મુકતો તેમ કપટી કપટ નથી મુકતો. શિયાળભાઈના કપટી હૃદયમાં કપટ ધોળાવા લાગ્યું. 'આ મગરે પૈસા તો આપ્યા તેને ફળ પણ પહોંચાડવા પડશે. કંઈ વાંધો નહિ. બંદાની ઝપટમાં હજુ સુધી આવ્યો નહોતો. એને ફળ પહોંચાડવા મારે ધક્કા ખાવા એમ. પણ બેટમજી, મને પૈસા વસુલ કરતાં આવડે છે !' શિયાળભાઈએ મનોમન નક્કી કરી લીધું અને ખુશખુશ થઈ ગયા.
બીજો દિવસ :
'સારા ફળનો શો ભાવ છે વાંદરાભાઈ ?'
શિયાળભાઈ વાંદરાભાઈની દુકાને આવી બોલ્યાં.
ફળનો કરંડીયો ખોલતા વાંદરાભાઈ શિયાળભાઈનો અવાજ સાંભળી ચમક્યા : 'અરે ! આ તો શિયાળ આ કપટી બે મહીના પછી દુકાને ? શા માટે આવ્યો છે એ જાણવા દે, પછી આગળ પગલું ભરવું.'
'ઓ હોહો શિયાળભાઈ આવો કેમ છો ?' વાંદરાભાઈએ વિચારો છોડી આવકાર આપ્યો.
'અરે ! જલસા તો કહો.' શિયાળભાઈએ ખુરશી પર બેઠક લીધી.
'બોલો કેમ પધારવાનું થયું !? વાંદરાભાઈ મુળ મુદ્દા પર આવ્યાં !'
'આરે ફળ જોઈએ છે શું ભાવ છે ?' શિયાળભાઈ બોલ્યા વાંદરાભાઈ ફળની જાત બતાવી. જેમાં પાકા પણ હતા અને કાચા પણ પાકા ફળનો ભાવ વધારે હતો. કાચા ફળનો ભાવ ઓછો હતો.
'એમ કરોને વાંદરાભાઈ, કાચા ફળ આપો મને કાચા વધારે ભાવે છે !'
'જેવી તમારી ઈચ્છા' વાંદરાભાઈએ કાચા ફળ બાંધી આપ્યા. શિયાળભાઈ બીલ ચૂકવી રવાના થયાં. વાંદરાભાઈએ વિચાર કર્યો : 'આ કપટીના મનમાં કંઈક કપટ છે. બન્ને વખત પાઠ મળવા છતાં હજુ પાછો આવ્યો. ખેર હશે, જવાદોને, આપણે શું ? પડશે તેવા દેવાશે.' વાંદરાભાઈ કામે વળગ્યાં.
શિયાળભાઈના મનમાં લુચ્ચાઈ હતી. મગરને કાચા ફળ આપવા અને ભાવ પાકા ફળનો કહેવો. કાચા ફળનો ભાવ ઓછો છે, અને પાકા ફળનો ભાવ વધારે છે. એટલે વધે એ પૈસા આપણા આવો વિચાર શિયાળભાઈ મનમાં રમતો હતો.
પથ્થર પર પાણી નાખો એટલે થોડીવાર તેની અસર રહે, પાછો કોરો ને કોરો તેમ - શિયાળભાઈને બે વખત પાઠ મળી ગયો હતો છતાં પોતાની લુચ્ચાઈ છોડતાં ન હતાં !
શિયાળભાઈ ફળ લઈને નદી તરફ આવ્યાં. કાંઠે આવી રાડ પાડી. 'મગરભાઈ ઓ મગરભાઈ !' 'આવ્યો,' કહેતાં મગરભાઈએ ડોકું કાઢ્યું.
'હાશ, ઘણા દિવસથી ફળ ખાવાની ઈચ્છા હતી.'
'તમારો આભાર !' મગર બોલ્યો.
'અરે એ તો મારી ફરજ હતી એમાં શું ? અચ્છા તો હું જાઉં !' શિયાળભાઈ રવાના થયા.
મગરભાઈએ ફળ જોયા. કાચા હતાં. મગરે મન વાળ્યું, 'એક તો બીચારાં શિયાળભાઈએ લાવી આપ્યાં. ને પાછું ઉપરથી કાચા પાકાની વેતરણમાં ક્યાં પડવું ?'
મગરને શિયાળની લુચ્ચાઈની ખબર ક્યાંથી હોય ? આ બાજુ શિયાળભાઈ મલકાતા હતા.
'પાકાફળનો ભાવ લઈ કાચા પધરાવી દીધા ને ? એ મગર ક્યાં આ બાજુ આવશે કે વાંદરાભાઈને વાત કરવાનો !'
આ ક્રમ ચાલ્યો. શિયાળભાઈ લુચ્ચાઈ કરી મગર પાસેથી પૈસા પડાવે છે પાકાફળને બદલે કાચાફળ ખવડાવે છે !
એક દિવસ વાંદરાભાઈ દુકાન બેઠા હતા ત્યાં તેના મિત્ર સસલાભાઈ આવ્યાં.
'આવ, આવ, મિત્ર.' સસલાભાઈને આવકાર આપતા વાંદરાભાઈ બોલ્યા, 'આજે તો ભૂલો પડયોને કાંઈ !'
'હા,' સસલાભાઈ ખુરશી પર બીરાજમાન થયા.
'આજ તબીયત ખરાબર નથી.' સસલાભાઈ બોલ્યાં.
'કેમ શું થયું ?' વાંદરાભાઈ ચીંતાથી