યાદ આવે છે યુવાનીનો એ સોનેરી સમય, જ્યારે નવ-વધુના શણગાર સજી બની હતી હું દુલ્હન. ઝુકી હતી આંખો શરમના ભારથી, જીતવા હતા મને સ્નેહીજનોના હૃદય મધુરરાણી અને પ્યારથી, કંકુપર્ણા પગલા પાડી હર્ષભેર કર્યો મેં ગૃહ-પ્રવેશ, હવામાં ફેલાયેલી હતી રંગીન ફૂલોની મધુર મહેક. જીવનસાથીની આંખોમાં હિલોળા લેતો હતો પ્રેમનો સાગર, સાગરમાં સમાઈ હતી અતૂટ બંધનની ગાગર. આવ્યા છે હવે દિવસો ઘટપણના, યાદ કરું છું દિવસો બચપણથી લઈને જવાનીના. જોઉં છું હસરતભરી નજરથી ઘરની દરો-દિવાર, આ ઘરમાં જ શાયદ હું લઈશ મારા અંતિમ શ્વાસ. ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ) -