અંતરને આંગણે, છબી તારી બનાવી લઉ, મનની સિતાર પર, ગીતો તારા ગાઈ લઉ... નજર તારી બચાવી, આંખો ચાર કરી લઉં. નજીક મારી લઈ, ચુમીઓ કંઈ ભરી લઉં... અલૌકિક આનંદથી જીવન તારૃં ભરી દઉં... આજે અંતરના...... લઈને સાથ સ્વપને તારો, પ્યાર કરી લઉં. મુખ કમળ લઈ, હૈયાનો હાર કરી લઉ... કાલ્પનિક મન લઈ, ધડિક, મારી કરી લઉં... આજે અંતરના...... ઉતારી વિજોગમાળા, ચંદ્રહાર કરી દઉં. ફરી વરીને, જીવન તારૃ સાર કરી દઉં... વેરાન હૈયા-બાગને, ફરી ફૂલોથી સજાવી દઉં... આજે અંતરને... કિરીટ મિસ્ત્રી (મુંબઈ)