એકબીજા ને ગમતા રહીએ ચાલને પ્રણયનો એક નવો સંબંધ બાંધીએ. એકબીજાના આંસુ લૂછીએ ચાલને હમદર્દીનું નવું પાનું લખીએ. એકબીજાની આખો બનીએ ચાલને પ્રણયની નવી દુનિયા નિહાળિયે. તારાથી બનતો પ્રયત્ન તૂ કર મારાથી બનતો પ્રયત્ન હું કરું. ચાલને આપણા બેના પ્રેમ થકી પ્રેમનો નવો સેતુ બાંધીએ. તું મારો સહારો છે હું તારો સહારો છું આપણા બેના સહારા થકી ઘરની નવી છત બાંધીએ. કેવો અતૂટ પ્રેમ છે આપણો એ ના તે જાણ્યો ના એ મે જાણ્યો ચાલને આપણે બે જીવનસાથી બની પ્રેમનો એક નવો ઈતિહાસ બનાવીએ. અજય જાડેજા (અમદાવાદ)