તારી યાદોના પિંજરમાં કૈદ પંખી હું તો
મુક્ત ગગનમાં ચાહું ઉડવા હું તો
પણ તારી યાદોના પિંજરમાંથી
મુક્ત થવાની
કોઈ તરકીબ બતાવ તુ
ખુદા સમજી બંદગી કરૃ તારી હું તો
હૃદયમાં મુરત બનાવી સ્થાપુ તને
રાત દિવસ ઝંખ્યા કરૃ તને હું
પણ તને પામવાની કોઈ
તરકીબ તો બનાવ તુ
વાદળા બની વરસુ હુ તો
સ્નેહની વર્ષાથી ભીંજવું તને
હૃદયની સૂમસામ ગલીઓમાં
તારા નામનું શહેર સ્થાપું હુ તો
પણ તને રિઝવવાની કોઈ
તરકીબ તો બતાવ તુ મને
હૃદયમાં ધડકન બની શ્વસે તુ
પ્રેમની મૂરત બની ધડકે તુ
તારા વિના અધુરી ગઝલ મારી
મારી ગઝલને પૂર્ણ કરવાની
તરકીબ તો બતાવ તુમને.
મિનાઝ ફરીદ વસાયા
(મહુવા)