રાજ આ દિલના બધાએ અધુરા ખુલી જશે, આપના ઠેર ઠેર માયા નજરા ખુલી જશે. આ કૃપા તારી છે, શહીદી અમોને આજ મળી, જંગમાં કાતીલ તમે છો, રાજ તમારા ખુલી જશે. હું કહેતો હતો ઘણું કિંતુ તારો જ પ્રેમ છું, એ પ્રતીક્ષા હતી મને કે દાવ તારા ખુલી જશે. એ સ્વિકારી ફરી ગયા મિત્રતા, શત્રુ આજ છે, રાજ આ દિલના બધાએ અધુરા ખુલી જશે. હું કેવો મજબુર આંખ સામે તમે હતાં, એટલે હાર માની છે, પ્રેમ પટારા ખુલી જશે. દિલાવર જી. રાઠોડ 'અમી' (સુરત) -