સાવ અચાનક તૂટી જશો તો...?
ટાઈટેનિક માફક ડૂબી જશો તો...?
ચાદરમાં પગ રાખી જીવો, અર્ધા રસ્તે ખૂટી જશો તો...?
માટી બનો કે થાઓ પથ્થર, કાચ બની જો ફૂટી જશો તો...?
નાહક પાછું આવવું પડશે, યાદ તમારી મૂકી જશો તો...?
ફંદો નાંખીને પણ ઝડપો! આવેલી તક ચૂકી જશો તો...?
'દર્દ' ટંકારવી (મુબારકસર ઘોડીવાલા-ભરૃચ)