17/01/2017

ગામનું પ્રભાત, શું કહેવું?

ગોરું ગોરું અને વળી સૌમ્ય, ઋતુ પ્રકાશમય બધું, પ્રભાતનાં પીળાં કિરણોનું રાજ, મજાનો સુંદર, રવ-રવ-થાય પવન, પેલો લક્કડખોદ ટેલીફોનના તારે હીંચે. ચકલી, કાબર,  તીતીઘોડો ને મોર, ને પાછળ ચાલી આવતી બધી ઢેલ, ગોરું ગોરું અને વળી સૌમ્ય, સુંદર દીસતી આ સ્હવાર! ગેસ જલે, ચા ઉકળે ને પછી પીવાય, પછી સ્નાન પછી નાસ્તો પછી મંદિરે જવાય,પછી સમવાય વ્યવહાર સૌ નિત્યના, હજુ તોગોરું ગોરું સૌમ્ય પ્રભુ વાતાવરણ બધું! જીત નવું, નિત નવો દિન, ચિત્રો આ બધાંકદાચ રોજ બદલાતા જાય, હજુતો બાકી, ગોરું ગોરું સુવર્ણ સરખું વાતાવરણ બધું ય! રોહિત પંડયા (મુંબઈ)