આંખોમાં આંસુ થઈને આવે છે તું, હૃદયને અગ્નિ થઈ સળગાવે છે તું. સુકાયા હોઠોનાં પ્યાલા રટતા તારું નામ, મને રોજ દર્દના દરિયામાં ડૂબાડે છે તું. ઝરણાં શી વહી ગઈ તું રણ પરથી, હવે કણકણને તરસ બની તડપાવે છે તું. કોણે કહ્યું બહાર સૂરજ ઊગ્યો છે? ભીતર ઘનઘોર નિશા પ્રગટાવે છે તું. ના, શ્વાસ લઈ નથી જીવતો 'આફતાબ' યાદ બની હૃદયને નિત્ ધબકાવે છે તું. જિજ્ઞેશ ભીમરાજ (ભરૃચ)