દોસ્તી આપણી બહુ પુરાણી છે યાર! નિભાવતો રહેજે મારી કોઈ ભૂલ થાય તો પ્રભુ! માફ કરતો રહેજે. શ્રધ્ધા ખૂબ જ રાખી જે તારા પર જોજે ભરોસો તોડીને નિરાશ ના કરતો, જન્મો-જનમની પ્રીત છે, છોડી દેવા મજબૂર ના કરતો. નાની-મોટી વાતોમાં સમજણ આપતો રહેજે ને કોઈ વાર ઉદાસ થઈ જવાય, તો સધિયારો દેતો રહેજે. છે કોણ તારા સિવાય મારું આ દુનિયામાં? ભક્તિનો આ સંબંધ સદાય નિભાવતો રહેજે ને વિશ્વાસ મૂકી દીધો છે તારા પર તો હવે બસ, પાર તું ઉતારી દેજે! શારદા
H.Mangukiya