ખોવાઈ ગયા છે તે દિવસો જ્યાં હર પગલે નિર્દોષતા હતી, ખોવાઈ ગયા છે તે દિવસો જ્યાં ફક્ત પ્રેમ અને સરળતા હતી. મુંઝાઈ ગયો છું આજની આ ભાગદોડમાં ને સંસારની રમતમાં, પણ નથી ભુલ્યો તે દિવસો મારા બાળપણના જ્યાં ફક્ત હર ક્ષણ આનંદ હતો. યાદ છે તે સવાર જ્યારે સાથે શાળાએ જવા મિત્રોની રાહ જોતા, યાદ છે તે પરીક્ષાની મહેનત અને તે પછી મિત્રો સાથે વિતાવેલો સમય. બહુ આનંદ હતો તે સંધ્યાકાળમાં જ્યારે મિત્રો રમવા બોલાવતા, ઘેલો થઈ ગયો છું આજે પૈસા ને કામ પાછળ પણ નથી ભુલ્યો તે દિવસો મારા બાળપણના... યાદ છે તે વરસાદના દિવસો જ્યાં રસ્તે પાણીમાં છબછબિયાં કરતાં, યાદ છે તે મિત્રોને ભેગા કરવા અગાસીએ વરસાદનો આનંદ લેવા, ખુબ મધુરતા હતી તે મિત્રતામાં, ખુબ નિખાલસ હતી એક બીજાં પ્રત્યેની ભાવનામાં, ઘણા જોડાયેલા છીએ આજે આ આધુનિક યુગમાં, પણ ખોવાઈ ગયો છે તે બાળપણની નિર્દોષતા. અલગ હતી તે દિવસોની વ્યાખ્યા જ્યાં હર કાર્યમાં આનંદ હતો, હતા તે દિવસો ઘણા સરળ જ્યાં હતો પરે આ સંસારના નિયમોથી, નથી ફરિયાદ આજના આ યુગની પણ કાયમ રહેશે યાદ તે બાળપણની, યાદ રહેશે તે ખુલ્લા દિલથી હસવું, યાદ રહેશે તે થાક વગરનું ભાગમભાગ કરવું, યાદ રહેશે તે સમય જ્યાં બધુ ભૂલી મોસાળ જવાની રાહ જોવાતી, કારણ ક્યારે ફરી ના આવેલ તે દિવસો હતા બાળપણના...
હિરલ શાહ (કાંદિવલી) -