20/01/2017

તું આવ જલદી

તારા ઉમંગ તરંગોની ખુશીમાં, સહવાસમાં ચંદ્રની ચાંદની ખીલી છે મદહોશ આવ તું જલદી લઈ લાલ લાલ ગુલાબ જલદી લઈ જઈશ તને દૂર સુદૂર પરીઓના મુલકમાં કરશું ફ્રેન્ડશિપ મલકાતી મુસ્કાતી પરીઓની બંસરીના મધુર સ્વરોમાં ચાહતના મધુર સ્વરોનું ગુંજન ગુંજસે ઉલ્લાસ સભર પરીઓની મહાસાગરના નીલા નીલા મોજા ગીતોનો ગુંજારવ કરશે તારા ગુલાબી અધરો જોઈ તારી પ્રીતનું ક્રોનિક ઈન્ફેક્શન થશે ક્યારે?
હેમંત ધોકિયા (રાજકોટ) -