20/01/2017

બોલ, હા કે ના?

મારે તારું પ્રિય પાત્ર થાવું છે બોલ હા કે ના! ગમે ત્યાં ભોળા એકાત્ર થાવું છે બોલ હા કે ના! અને જો તારા પરમ પિતાનો મારે, પણ એ જ માત્ર થાવું છે બોલ હા કે ના! અર્ધું અર્ધું બન્ને તણું જ મળી અને, એક જ ગાત્ર થાવું છે બોલ હા કે ના! બીજી એ કોઈ  તણું નહીં અને તારું, એક મન માત્ર થાવું છે બોલ હા કે ના! કે પછી તું ટીચર  હો તો રાજ કહે, મને તારો છાત્ર થાવું છે  બોલ હા કે ના!
રાજાભાઈ એ.દાફડા ''રાજ'' (નાગધ્રા, ધારી, અમરેલી) -