શરમના બોજથી ઝૂકેલાં તારાં મદ-મસ્ત નયન, મૌનનાં અસંખ્ય રહસ્યોથી ભરેલા તારા ગુલાબી અધર. તારું એક સ્મિત જ ભરી દે છે મારા દર્દે-દિલના ઝખ્મોને, નમન કરું છું ઈશ્વરે રચેલી આવી સૌંદર્ય મૂર્તિને. મંદ-મંદ હવા પણ કરે છે શરારત, તારા ઉડતા કેશ સાથે, પવનનું સંગીત પણ લાગે છે બેસૂર તારી પાયલની ઝંકાર પાસે. ફૂલોના સમાયા છે રંગ, તારા ગુલાબી ગાલોમાં, રાતનો અંધકાર ફેલાયો છે તારી કજરાળી આંખોમાં. મિલાવી નજરથી નજર, કરીએ પ્રેમનો એકરાર આ ઢળતાં સૂર્યની સાક્ષીમાં, નથી ખબર ક્યાં સુધી રહેશું જીવિત આ ફાની દુનિયામાં. ફિઝ્ઝા એમ.આરસીવાલા (મુંબઈ) -
H.Mangukiya