20/01/2017

કુદરતી ક્રમ અને માનવધર્મ

સુર્ય ઉગે ને આથમે,  દિન ને રાત્રિ થાય ચંદ્રે પુનમને અમાસની રોજ કળા બદલાય પાનખરે કુંપળ ઉગે, શિશિર વસંત વધાય ષડઋતુનું ચક્રપણ વારંવાર બદલાય  શૈશવ યૌવનને જશ  માનવમાં  પરખાય કુદરત ક્રમને માનવધર્મ, સમજો તો સમજાય ઉજ્જડ વગડા ફરી વસે, શહેરો ઉજ્જડ થાય સાગરમાંથી શૈલ પ્રગટે, હિમાલય  કહેવાય. બ્રહ્માજી સૃષ્ટિ રચે ને શંકર કરતો નાશ કર્તા બ્રહ્માને  હર્તા  શંકર,  એ નીયતીનો ન્યાય જીવન સાથે મૃત્યુ સાંકળ્યું. પરિવર્તન ત્યાંજ કળાય. જીવનને શણગારે માનવ મૃત્યુ કરે સંહાર પરિવર્તન એ કુદરત ક્રમ પણ અનુસરણ એ માનવ ધર્મ પરિવર્તન  વણજીવનમાં પ્રગતિ પણ  ના સરજાત રેડીયો ટીવી કોમ્પ્યુટર પણ પરિવર્તનના સહભાગી. આવા ગમન વિદેશે એ પણ પરિવર્તનના પરિણામી પરિવર્તન વિણ માનવ થાતો એક વિધે કંટાળી પરિવર્તન વિણ રસ ગુમાવી માનવ થાતો કંકાસી. પરિવર્તનમાં નવસર્જનના શુષ્ક જીવન થાય  રસદાયી શુષ્ક જીવન ના સહેવાતા માનવ થાતો આત્મઘાતી પરિવર્તનથી વિધવિધ શોધો, બને જીવન નુતન વાદી પરિવર્તનથી   એજ જીવનમાં,   થાય જીવન સૌ સંવાદી.
પ્રદ્યુમ્ન ટી.  મહેતા (કાંદીવલી (વેસ્ટ), મુંબઈ) -