અતાભાઈ અને ફતાભાઈ બંને સગાભાઈ. સાથે ખેતી કરે. જે પાકે તે સરખે ભાગે વહેંચી લે. ફતાભાઈ કુંવારા હતા. અતાભાઈ કુટુંબકલીવાવાળા
હતા. એક સાલ પાક તૈયાર થયો. બંને ભાઈ પૂળા બાંધી ખળામાં લાવ્યા. રાત પડતાં પહેલાં તેના બે સરખા ભાગ પાડીને ઘેર ગયા. બંને અદેખા-લોભી ભાઈ હતા. બંને સ્વાર્થની વાત વિચારે. તે રાત્રીએ બન્યું એવું કે, બંને ભાઈને પથારીમાં પડયાં પડયાં એક સરખો વિચાર આવ્યો. ફતાને મનમાં થયું મોટાભાઈ બચરવાળ છે. તેમને કામમાં મદદ કરે તેવા છોકરાં છે. મને એવું કોઈ નથી. મારે હજુ પરણવાનું બાકી છે. આમ વિચારી રાત્રે તે ઊઠયો. ખળામાં જઈ ભાઈના ભાગમાંથી લઈ, સો પૂળા પોતાના ભાગમાં મૂકી આવી નિરાંતે ઊંઘી ગયો. બીજી તરફ અતાભાઈને વિચાર આવ્યો, મારો નાનો ભાઈ કુંવારો છે. એને વધુ શી જરૂર છે જેટલું મળે છે તેટલું વાપરી નાખે છે. કરકસર કરતો નથી. તેથી તેના ભાગમાંથી થોડુંક લઈ લઉં તો શો વાંધો આમ વિચારી તે ઊઠયો. ખળામાં જઈ ફતાભાઈના ભાગમાંથી સો પૂળા પોતાના ભાગમાં મૂકી આવ્યો. સવારે બંને ભાઈ ખળામાં જઈ જુએ છે તે બંનેના હિસ્સા સરખા. બંને અચંબો પામ્યા. 'મે સો પુળા લીધા હતા ને!' પણ કોઈ કંઈ બોલતા નથી. આધુનિક માનવને વિકૃતિ એ જ સંસ્કૃતિ લાગે છે. ભરપૂર ભ્રષ્ટાચારના ભોરીંગથી ભારત ભૂમિ ભરડાઈ રહી છે. ભાગ્યશાળી જ આપી શકે છે. આપીને ખુશ થાઓ. લઈને નહિ. જેટલું લો તેનાથી વધુ આપો. મફતનું તો લો જ નહિ. વિચાર પણ નહિ કરો. બીજી રીતે પણ બંને ભાઈઓને એવો જ વિચાર આવ્યો. બંનેએ આગલી રાતની જેમ જ કર્યું. સવારે ઊઠીને જુએ છે તો બંને ભાગ સરખાને સરખા જ! આમ છ-સાત રાત ચાલ્યુ. બંને રાતે ઊઠે અને બીજાના ભાગમાંથી સો પૂળા લઈ પોતાના ભાગમાં મૂકી આવે. એક રાતે બન્યું એવું કે ખળામાં બંને ભાઈ ભેગા થઈ ગયા. એકબીજાને ચોર સમજી મારામારી થઈ ગઈ. બંને ભારે ઘવાયા. બંને મરી ગયા. 'આ તો મારો દેવાદાર છે, કહી એક ખાટકીએ તે જમીન અતાના છોકરા પાસેથી પડાવી લીધી. ત્યાં ખાટકીએ એક ખાનગી કતલખાનું ચાલુ કર્યું. સતયુગી બંને ભાઈ આપવાની ભાવનાવાળા હતા. બીજાને વધુ આપવામાં અને પોતે ઓછું રાખવામાં આનંદ માનવો જોઈએ. તેમાં જ સમસ્ત સંઘર્ષ અટકી જાય. અને સ્નેહ સૌજન્યની સ્વર્ગીય પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય. સતયુગી ભાઈ પૂળા લઈ લેતા નહિ. છૂપી રીતે ભાઈના ભાગમાં મૂકી આવતા. બંનેએ ત્યાં મંદિર બનાવેલ. તો અહીં કતલખાનું જ બંધાયને - કાન્તિલાલ જો. પટેલ -
