17/01/2017

એકવાર તો આવી જા જીવનમાં

જોઈ છે તને ચાંદ-સિતારોમાં એક વાર તો આવીજા મારા જીવનમાં. જોઈ છે તને ગુલાબની પાંખડીયોમાં એક વાર તો મ્હેકી જા  મારા જીવનમાં. જોઈ છે તને સુરજની કિરણોમાં એક વાર તો ચમકી જા મારા જીવનમાં. સાંભળ્યો છે તારો મધુર અવાજ કોયલના ટહુકામાં એક વાર તો ટહુકી જા મારા જીવનમાં. મહેસૂસ  કરી છે તને ગુલાબી ઠંડીઓમાં એક વાર તો ઝાકળ બની જા મારા જીવનમાં. જોઈ છે તને આકાશનાં  વાદળોમાં એકવાર તો મેઘ બની વરસી જા મારા જીવનમાં. જોઈ છે તને મારા હૃદયમાં એક વાર તો હૃદયની ધડકન બની ધબકી જા મારા જીવનમાં. જોઈ છે તને મારા  મીઠા સ્વપ્નમાં એક વાર હકીકત બની આવી જા મારા જીવનમાં. સાહિલ ડાભી 'આશિક' (અમદાવાદ)