કેટલા આપે છે જિંદગી તું ઘાવ, પછી ક્યાંથી નિકળે દિલમાંથી ભાવ. તારી જરૃર પડે છે પણ તું તો આઘી છે સાવ, પૂછું છું પ્રભુ! હવે હું ક્યા જાવ. સમજતા નથી મારી લાગણી, એટલે જ મગજ પર ચજી જાય છે તાવ, સમય, સંજોગો અને શ્વાસને તારા અનુરૃપ કર્યા, તો પણ પ્રેમ રહે છે મારો પાછળ સાવ. કાયમ લાગણીને ઠોકર વગાડી જાય છે, વ્હાલનો દરિયો સૂકો રહી જાય છે સાવ. ક્યા સુધી સમજાવીશ આ દિલને દિલાસાથી, તારા માટે કેટલા આંસુઓ હું લાવ? ઝખમ સુકાતા નથી ને ઉપરથી મળે છે ઘાવ, તું આવે તો જ થશે દિવાળી ને હોળી, નહિંતર કાયમ તહેવાર મારા સુકા છે સાવ. તું આવશે તોજ નિકળશે દિલના ભાવ, નહિંતર આખરે નિકળી જશે પ્રાણ મારા સાવ. 'અનંત' શ્રીઁ (બારડોલી-સુરત)