17/01/2017

ઓ પ્રિયા

તું મને કુદરતે આપેલી ક્યારેક આફત લાગે છે, ને જાણે સાથે મળી આનંદ લૂંટનારી કયામત લાગે છે. પણ દિલથી દિલ જોડી, આપે છે તું મધૂરૃં સ્મિત, ત્યારે તું પ્રીય અધૂરા અરમાનોની ગઝલ લાગે છે. મિલન અને વિયોગ તો છે  જીવનનાં સંજોગ, એટલે નારી ના સમજમાં સંબંધ આફત લાગે છે. હોય છે આપણે સાથને નીરખીએ અરસપરસ, તો તું પ્રિય મારા દિલનું ચોખ્ખું પ્રતિબિંબ લાગે છે. કેમ કરી ભૂલી શકું તને  તું તો છે જિંદગી મારી, હોય તું ''રાહી''ની સાથ તો જિંદગી અંધકાર લાગે છે. બિપિન વાઘેલા 'રાહી' (અંકલેશ્વર-ટુંડજ)