તરસતો રહ્યો છું હું વસંતની
આ ક્ષણ માટે,
છોડીને ના જા મને
પાનખરના પર્ણ માટે.
ફૂલોથી ભરી છે મે હંમેશા રાહ તારી,
ભેટના આપ કંટક તું ચરણ માટે.
હરક્ષણ પહાડ જેવી લાગશે તને,
છોડીને ના જા, કપરાં ચઢાણ માટે.
મૃગજળનો મહાસાગર છે આ દુનિયા,
એને સમજીને ના જા,
વહેતાં વહેણ માટે.
ખુદાને ભૂલ્યો છું હું તને યાદ રાખવામાં,
હવે છોડી ને ના જા એના સ્મરણ માટે.
કલમ રડી પડશે મારી ગઝલ પર,
'શબ્દ'ને છોડી ને ના જા
આવા લખાણ માટે.
સોલંકી રાકેશ બી.
Sent from my Sony Xperia™ smartphone