આ જીંદગીની સફરમાં
તમારો સાથ માગું છું,
સાથે વિતાવેલી દરેક ક્ષણનો
અહેસાસ માગું છું.
જાણું છું હું કે હું અંધ નથી,
સાથે જોયેલાં સપનાને નિહાળવા
તમારો સાથ માગું છું.
દુ:ખ ઘણું ને સુખ ઓછું જોયું છે,
આ જીવનમાં પણ,
દુ:ખોનો સામનો કરવા અને
સુખોની મોજ લેવા તમારો સાથ
માગું છું.
આ દુનિયા એક દરિયો છે અને
મારું જીવન એક નાવ છે,
મારી જીવનરૃપી નાવને ચલાવવા
તમારા પ્રેમની પતવાર માગું છું.
આ જીંદગીની સફરમાં તમારો
સાથ માગું છું,
આ સ્વાર્થભરેલી દુનિયામાં
''દિપ'' કોઈ કોઈનું સગું નથી.
પણ, આપણે કરેલ જે નિ:સ્વાર્થ
પ્રેમ એનો સાથ માગું છું.