રક્ષાબંધન આત્મિયતા અને સ્નેહના બંધનથી સંબધોના વધુ મજબૂતાઇ પ્રદાન કરતો પર્વ છે. વર્ષોથી ભાઇ-બહેનના સંબંધોને મજબૂતાઇ આપતા આ પર્વનું દરેકના જીવનમાં વિશેષ મહત્વ હોય છે. દરેક ધર્મ અને જ્ઞાાતિ ભેદભાવ ભુલીને આ પર્વની ઉજવણી કરે છે. અહીં આ ૫ર્વે એક વિશેષ રજૂઆત...
ધર્મ-જ્ઞાાતિમાં વહેચાયેલો માનવ આજે સંબંધોનું મૂલ્ય ભુલતો જાય છે. હિન્દુ હોય કે મુસ્લિમ હોય રાખડી તો ભાઇના હાથમાં જ બંધાય છે. અમદાવાદ શહેરમાં એવા અનેક કિસ્સાઓ છે જેમાં એક જ ધર્મના ન હોવા છતાં વર્ષોથી ભાઇ-બહેનના સંબંધે બંધાઇને પોતાની ફરજ નિભાવતા હોય. હિન્દુ હોય કે મુસ્લિમ હોય ભાઇ-બહેનનો સંબંધમાં ક્યારેય કડવાશ હોતી નથી.રેશમના તાંતણેથી આકાર પામેલા ભાઇ-બહેનના સંબંધને નિભાવવા માટે પ્રાણનો પણ ત્યાગી દેતા હોય છે. અહીં આપણે એવા ભાઈ બહેનોની વાત કરીએ છીએ જેમાંથી ભાઈ હિન્દુ છે તો બહેન મુસ્લિમ છે અને બહેન મુસ્લિમ છે તો ભાઈ હિન્દુ છે અને વર્ષોથી હિન્દુ ધર્મના આ પવિત્ર તહેવારને મુસ્લિમ બહેનો કે ભાઈઓ રાખડી બાંધી-બંધાવી નિભાવે છે. એટલુ જ નહીં વાર-તહેવારે એક બીજાના ઘરે જાય છે અને બહેનને કોઈ મદદની જરુર હોય તો પણ વિના સંકોચે કરે છે. હિન્દુ-મુસ્લિમ એટલે એક બીજાના દુશ્મન નહીં પણ એકબીજાના ભાઈ-બહેન પણ હોઈ શકે આહીં આપણે એવા કેટલાક ભાઈ-બહેનોની વાત કરીશું જે વર્ષોથી ભાઈ-બહેનના સંબંધ નિભાવે છે.
જીવનભર સંબંધો નિભાવીશું...
ભાઈ બહેનના સબંધોમાં ધર્મ કે નાત-જાત ન હોય એતો પવિત્ર સંબધ છે. ગૂજરાત વિદ્યાપીઠમાં સાથે ભણ્યા અને રોજ એક બીજાને મળવાનું થતું મને વર્ષાનો સ્વભાવ અને એને મારો સ્વભાવ ગમતા વર્ષાએ મને રાખડી બાંધી ભાઈ બનાવ્યો. હું મુસ્લીમ હોવાથી પહેલા તો મને લાગ્યુ કે વર્ષાએ વિદ્યાપીઠમાં છું એટલે ભાઈ બનાવવા ખાતર બનાવ્યો હશે પણ અભ્યાસ બાદ પણ પવિત્ર સંબધ સચવાયો હતો. જ્યારે વર્ષા માને છે કે ભાઇ બહેનના સંબંધોમાં ધર્મની સીમાઓ હોતી નથી. જે હાથમાં રાખડી બાંધીએ છીએ એ ભાઇ જ હો છે ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ એનો કોઇ તફાવત હોતો નથી. વશીમ પણ વર્ષોથી ભાઇની ફરજ નિભાવે છે એક ભાઇ જે રીતે બહેનને મદદરૃપ થાય તેવી જ રીતે વશીમ મને મદદરૃપ થાય છે. હિન્દુ-મુસ્લિમ જેવા ધર્મના તફાવત ભૂલીને ભાઇ-બહેનના આ પવિત્ર સંબધોને નિભાવીએ છીએ. અમે હમેંશા એકબીજાના દુખ-સુખમાં ભાગીદાર બનીને આ સંબધને વધુ મજબૂત બનાવીશું
Sent from my Sony Xperia™ smartphone