દગાબાજોની આ દુનિયામાં ખરેખર,
છે એક જ તું મારો આધાર પરમેશ્વર!
રાત ને દિવસ તારી યાદમાં જ વિતાવું છું
જીવનની સફર,
સદા રહેજે મારી સાથે બનીને મારો હમસફર!
શું કહું દિલની વાત, તને બધી છે ખબર,
તું તો દિલમાં બેઠો છે બનીને મારો દિલબર!
હરઘડી હરપલ તું છે સાથે જ મારી હે વિશ્વંભર,
છોડીને દૂર નહીં જઈ શકે તું મુજને પલભર!
સૂતાં ને જાગતાં બસ તું જ રાખે છે મારી ખબર,
છે ફક્ત તું જ મારો સહારો આ દુનિયામાં
ઓ મારા ઈશ્વર!
શારદા અરવિંદ કોટક
(મુલુંડ કોલોની-મુંબઈ)