25/07/2016

પોતાના સુખ માટે બીજાને દુઃખી કરે તેનું ક્યારેય ભલું થતું નથી

ગુરુના કડવા શબ્દો અંતરથી મીઠા લાગે તો સમજ્જો કે પાત્રતા વિકસી છે  આચાર્ય નરરત્નસુરીશ્વરજી મહારાજ
ગાંધીનગર સ્થિત સેક્ટર-રરમાં જૈન આચાર્ય નરરત્નસૂરિશ્વરજીનો ચાર્તુમાસનો પ્રારંભ થયો છે તેમની આત્મોઉન્ત ભરી વિદ્વત વાણીનો જૈનો તેમજ જેનોત્તર જન સમાજ મોટા પ્રમાણમાં પ્રવચનમાં હાજર રહી લાભ લઇ રહ્યા છે તેમના ઉચ્ચકોટીના આધ્યત્મિક ઉન્નતિના પ્રેરક અને પૂનિત વિચાર કંડીકાઓ અહિ પ્રસ્તૂત છે. * આ સંસારના તમામ ભાવો ક્ષણે ક્ષણે પરાવર્તનશીલ છે. આ સત્યને જે સ્વીકારે છે તેને ક્યારેય આસક્તિ પ્રગટતી નથી. * આત્માના સુખને પ્રગટ કરવું એ જ મનુષ્યભવ અને કરેલી આરાધનાની સફળતા છે. * માત્ર સાંભળેલ પ્રવચનો આત્મકલ્યાણ કારક બનતા નથી, પણ જે પ્રવચનો તમે વાગોળો તે જ આત્મ કલ્યાણ કરી શકે. * જીવમાત્રને સારી દ્રષ્ટિથી જોતાં શીખો તો જ આપણાં આત્માનંુ કલ્યાણ શક્ય છે. * બીજાએ મારા ઉપર શું ઉપકાર કર્યો, એ વારંવાર યાદ આવે તે ઉત્તમ મેં બીજા ઉપર શું ઉપકાર કર્યા, એ વારંવાર યાદ કરે તે અધમ. * વાસ્તવિક દુનિયાનું કડવું સત્ય જે મળ્યું છે, તે નિશ્ચિત જવાનું જ છે. * પોતાના સુખ માટે બીજાને દુઃખી કરે તેનું ક્યારેય ભલું થઇ શક્તું નથી. * ભગવાનનાં વચનોએ આત્માનો અરીસો છે, એ અરીસામાં જોઇ જોઇને આપણું લેવલ નક્કી કરવાનું હોય. * શિખર સુધી પહોંચવાનો આનંદ તે જ વ્યક્તિ માણી શકે જે તળેટી પર બેસી ન રહે. આત્મ મસ્તીનો અનુભવ તેને જ થાય જે ભોગ - સુખમાં ડૂબ્યો ન રહે. * જેમ આવેલું દુઃખ એ અંધારૃ છે તેમ આવેલું સુખ એ અજવાળું છે. દુઃખ જેમ કાયમી રહેતું નથી તેમ સુખ પણ કાયમી ટકતું નથી. * ગુરુના કડવા શબ્દો અંતરથી મીઠા લાગે તો સમજ્જો કે પાત્રતા વિકસી છે. * નબળાઇનો સ્વીકાર કરવો તે પણ પાત્રતા વિકસાવવાનો માર્ગ છે. * જે જલ્દી મળે તે છીછરું, જે લાંબા સમયે મળે તે ઉંડું. કરેલાં ધર્મ દ્વારા લાંબા કાળે મળનારું ફળ ટકનારું અને તાત્વિક હોય છે. જે દુનિયાને જોઇને આગળ વધતો અટકી જાય તે નિર્માલ્ય છે, અને જેને જે બોલવું હોય તે બોલે હું ખોટુ નથી કરતો એમ વિચારી આગળ વધે તે સાત્વિક છે. આજની વાત -દોલત્ત ભટ્ટ