કરોડો વર્ષ પૂર્વે જ્યાં સમુદ્ર ઘૂઘવતો હતો ત્યાં ઊંચો હિમાલય અડગ ઊભો છે પરંતુ એકાદ મહાવિનાશક ભૂકંપ આ પર્વતરાજને ધરાશાયી કરી દેશે ત્યારે એશિયાખંડમાં ખૂબ મોટો ઉલ્કાપાત સર્જાશે
હિમાલય ક્ષેત્રમાં છેલ્લા આઠ દાયકાનાં સૌથી શક્તિશાળી ભૂકંપે ૨૫ એપ્રિલે નેપાળમાં વિનાશનું તાંડવ નૃત્ય શરૃ કર્યું છે. શનિવારે શરૃ થયેલી ધરતીની ધૂ્રજારી આ લખાય છે ત્યારે મંગળવાર તા.૨૮મીએ પણ અનુભવાય છે. ૩૮૦૦ લોકોના મોત નિપજ્યા છે. ભારતમાં પણ યુ.પી., બિહાર અને બંગાળમાં આશરે ૮૦ જણાના ભૂંકંપને કારણે મોત થયા છે. ભૂકંપને કારણે નેપાળ અને તાઈવાનની સાથે ઉત્તર ભારતથી શરૃ કરી છેક ઈશાન ભારત સુધીની ધરા ધૂ્રજી ઊઠી હતી. ધરતીકંપની તીવ્રતા ૭.૯ હતી. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળની રાજધાની કાઠમંડુથી ૭૦ કિ.મી. દર પોખરા વિસ્તારમાં હોવાનું ઈન્ડિયન મીટીરિયોલોજીકલ ડીપાર્ટમેન્ટના વિજ્ઞાાનીઓ જણાવે છે. આ ભૂકંપથી પાટનગર દિલ્હીની ધરા પણ ધૂ્રજી ઊઠી હતી. જ્યારે ચંડીગઢ, જયપુર, લખનૌ, પટણા, ગંગટોક, કોલકત્તા, મેઘાલય, કચ્છ, મધ્યપ્રદેશ અને ગૌહત્તી ધૂ્રજી ઊઠયા હતા. આ આંચકાઓ છેક મુંબઈ શહેરમાં પણ અનુભવાયા હતા. પ્રથમ મોટા આચંકા પછી ૫.૭, ૫.૩, અને ૪.૬ની તીવ્રતાના અસંખ્ય આફ્ટરશોક અનુભવાયા હતા.
આટલું વિગતવાર વર્ણન કરવાનું ખાસ કારણ છે. ભારતના ઉત્તરીય પટ્ટામાં મોટા ભૂકંપનો ભય ભૂસ્તરશાસ્ત્રીઓ ઘણા સમયથી સેવી રહ્યા છે. નિષ્ણાતોના લાંબી મુદતના અભ્યાસો પર આધારિત આ નિરીક્ષણ એવો નિર્દેશ કરે છે કે એશિયામાં તમામ મોટા ધરતીકંપોનું સ્પ્રિંગબોર્ડ ગણાતો હિમાલયનો પટ્ટો ગતિમાન ટેકરીઓના પડ પર બેઠેલો છે.
ઉત્તર બિહાર અને પાડોશમાં નેપાળના અમુક વિસ્તારોમાં ઓગસ્ટ, ૧૯૮૮માં જોરદાર ભૂકંપથી સર્જાયેલી તારાજીમાં સેંકડો લોકોનાં મોત નીપજતાં આ નિરીક્ષણ સાચું પુરવાર થયું હતું.
૨૦૧૧માં સિક્કિમ સહિત રાજસ્થાન, કચ્છથી છેક બિહાર સુધી જોરદાર ભૂકંપથી ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારો હચમચી ઊઠતાં સેંકડો લોકોના મોત નીપજવાની સાથે આ આગાહી વધુ બળવત્તર બની છે.
૧૮મી સદીના પ્રારંભમાં ધરતીકંપોને નોંધવાની શરૃઆત થઈ ત્યારથી ભારતમાં ૨૦ મોટા ભૂકંપ નોંધાયા છે. આમાં આસામમાં ૧૮૧૯,૧૮૯૭, ૧૯૩૫ અને ૧૯૫૦માં થયેલા ભૂકંપોનો સમાવેશ થાય છે. બિહારમાં છેલ્લા બે મોટા ધરતીકંપો ૧૯૩૪ અને ૧૯૮૮માં થયા હતા, ૧૯૩૪માં ૧૦,૭૦૦ લોકો જ્યારે ૧૯૮૮માં સેંકડો જણ માર્યા ગયા હતા.
ભારતમાં અન્ય મોટા ધરતીકંપો મહારાષ્ટ્રમાં ૧૯૬૭માં અને હિમાચલ પ્રદેશમાં ૧૯૭૫ અને ૧૯૮૭માં થયા હતા. ૨૦૦૧માં કચ્છ- ગુજરાતમાં થયેલો ભૂકંપ પણ ખૂબ વિનાશ વેરી ગયો હતો.
સૌથી ખરાબ ધરતીકંપ કોલકાતામાં ૧૧મી ઓક્ટોબર, ૧૭૩૭ના દિને થયો હતો. ત્યારે ત્રણ લાખ કરતાં પણ વધુ લોકો માર્યા ગયા હતા અને આ વિશ્વમાં ધરતીકંપમાં માર્યા ગયેલાઓનો આ સૌથી મોટો મૃત્યુ આંક ગણાય છે.
હિમાલયના પટ્ટામાં આવેલા વિસ્તારોમાં સમયાંતરે થયેલા ધરતીકંપને કારણે થયેલી જાનહાનિ અને ભારે નુકસાનના આંકડાઓને ધ્યાનમાં લેતા એવું બિહામણું સત્ય બહાર આવે છે કે આ વિસ્તારમાં આવેલા પ્રદેશોનો ધરતીકંપના વિષચક્રમાંથી છૂટકારો થવા પામશે નહિ.
ધરતીના પેટાળમાં થતી આવી ભૌગોલિક હિલચાલને ભારતના હિમાચલ પર્વત સાથે પણ સંબંધ છે. હિમાલય પર્વતની ઉત્પત્તિ લગભગ ૧૦ કરોડ વર્ષ અગાઉ થઈ હતી. ઊંડે સુધીના તેના પેટાળમાં કંપનો પણ સર્જાય છે. સાથોસાથ તેની નીચે કેટલાંક વિરાટ ભૂખંડોની પાટો બની છે. ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં કહીએ તો એશિયાના ભૂખંડની વિરાટ પાટની નીચે ભારતના ભૂખંડની પાટ ઘુસી ગઈ છે. આજ કારણસર આપણો હિમાલય દર વર્ષે (બે) સેન્ટીમીટર જેટલો ઊંચો થતો જાય છે. છેલ્લા ૨૫ વર્ષથી તેની વધતી જતી ઊંચાઈ સ્પષ્ટ રીતે માપી શકાય છે.
ભવિષ્યમાં જ્યારે પણ ભારતની પાટ ઉંચકાશે ત્યારે વિશાળ અને વિરાટ હિમાલય પ્રચંડ તીવ્રતાથી ધણધણી ઉઠશે. અંદરની ઊર્જા અને ભૂખંડોની પાટોની ટક્કર એટલી બધી ઉગ્ર હશે કે તેના પરિણામે ભયાનક ભૂકંપ થશે. પ્રકૃતિનો આ આઘાત ૧૦ થી ૧૨ રિક્ટર સ્કેલ જેટલો વિનાશક હોવાની શક્યતા છે. પરિણામે મહાવિનાશ થઈ શકે અને તેના ખપ્પરમાં આખા ભારત સહિત નેપાળ, તિબેટ, ચીન અને પાકિસ્તાન જેવા દેશ હોમાઈ જાય તેવી સંભાવના છે. જોકે હિમાલયમાં કુદરતનું આવું રૌદ્રસ્વરૃપ આવતાં કદાચ ઘણાં વર્ષો લાગશે. આમ છતાં હિમાલય સમગ્ર પૃથ્વી અને ખાસ કરીને એશિયા ખંડ માટે પ્રકૃતિનું મહાવિનાશક જોખમ બનતો જાય છે એટલું ચોક્કસ. અમેરિકી ભૂસ્તરશાસ્ત્રી અને યુનિવર્સિટી ઓફ કોલોરાડો સાથે સંકળાયેલા પ્રાધ્યાપક રોજર બિલહેમે જણાવ્યું છે કે તેમની સાથે આ બાબતે સંશોધનમાં જોેડાયેલા વિજ્ઞાાનીઓ પણ હિમાલય વિસ્તારનું ડેન્જર ઝોનમાં વર્ગીકરણ કર્યું છે. તેમના અંદાજ પ્રમાણે ભારતીય ટેક્ટોનિક પ્લેટ ખૂબ ધીમે, પણ નક્કર સ્વરૃપે એશિયાની ટેક્નોટિક પ્લેટ તરફ દર વર્ષે ૩ મિલીમીટર જેટલી ધસી રહી છે. જેને લીધે હિમાલયના વિસ્તારમાં ભારે દબાણ પેદા થઈ રહ્યું છે. આ સમગ્ર પર્વત
h.mangukiya