સુનીલ બસ મા ચડ્યો..ત્રીસેક પેસેન્જર્સ હશે.. કલ્લાક એક નો સવાલ હતો..કોઈ સારી કંપની મળી જાય તો.. કલ્લાક સરસ રીતે ટૂંકો થાય ..આમ તેમ ડાફોળિયા મારતા ડ્રાઈવર ની પાછળ ની સીટ પર નજર ઠરી..
અરે ઠરી શું..?એ ગમે ત્યાં બેઠો હોત તોય એને ત્યાં આવી જવું પડત..ભરત બેઠો હતો.. એણે હાથ ઉંચો કરી ને સુનીલ ને ત્યાં બોલાવ્યો..સુનીલ ખુશ થઇ ગયો..
ચાર છ મહિને સુનીલ ગામડે માતા અને બાપુ ની ખબર કાઢવા રામપુર આંટો મારી આવતો..પત્ની ને સાસુ સસરા સાથે બનતું નહિ એટલે સુનીલ એકલોજ જઈ આવતો..રામપુર માં જ એ જનામેલો અને મોટો થયેલો..બાળપણ ના મિત્રો અને સ્કુલ કાળ ની કેટલી ક બહુ ગમતી ચીજો પૈકી ની એક એટલે ભદ્રા પંડ્યા.. સાથે ભણેલા અને રમેલા ...કલ્લાકો ના કલ્લાકો સાથે સાથે વાંચેલું... આઈ.એમ,પી. ની આપ લે કરેલી...બોર્ડ ની પરીક્ષા માં એનો નંબર બીજી સ્કુલ માં આવેલો એમાં તો એ ભદ્રાડી એ ભેંકડો તાણેલો ..એ રુદન માં સુનીલ ને ભદ્રા નો પ્રેમ ખબર પડેલી..
પણ સુનીલ થી ભદ્રા ના આંસુ જોવાયા નહિ અને એય ભરત સામે રડી પડેલો.. આ આગ ને ઠારવા માટે ભરતે સુનીલ ને કહ્યું હતું કે એતો ભદ્રાને બોર્ડ ની પરીક્ષા ની બીક લાગે છે ને એટલે રડે છે..
અલ્યા બોઘા !! શું જોઈ રહ્યો છે મને ?ભરતે કહ્યું...
આટલા વરશે ય અવાજ ઓળખી ગયો..?
અરે યાર હું તો ભદ્રા પંડ્યા ને ય આટલા વરશે ઓળખી જાઉં..
ક્યાં યાર એ નામ પાછુ યાદ કરાવ્યું તેં? તારી જુના ઝખમો ખોતરવાની આદત ગઈ નથી? આમેય આ બસ માં બેસું એટલે તરત એ નામ હોઠ પર આવી જાય છે..
તુ જેને ખરાબ આદત કહેછે ને એ જ મારી દ્રષ્ટિએ સંભારણું છે સુનીલીયા...મને બરોબ્બર યાદ છે એ ભદ્રા માટે તુ એક વાર મારી આગળ રડેલો.. એ લગન કરી ને વિદાય થઇ ત્યારે તુ ભોલેશ્વર મંદિરે બેહોશ પડ્યો હતો એ ભૂલી ગયો?
જવા દે ને યાર ? તારી સામે એક વાર રડાઈ ગયેલું..બાકી કોઈ ને ખબર નહતી કે હું. ભદ્રા ને ....??? અને ભોલેશ્વર મંદિર સાથે તો મારા પ્રેમ ની કેટલી બધી યાદો જોડાયેલી છે ..
સુનીલ > ભરત અત્યારે ભદ્રા ક્યાં હશે? એણે મને કપાળ માં કમ્પાસ માર્યો હતો યાદ છે ? એ કમ્પાસ મેં હજી સાચવી ને રાખ્યો છે... સ્કુલ માં થી છુટા પડ્યા પછી એની શકલ સુદ્ધાં જોઈ નથી.. સુનીલ રડમસ થઇ ગયો..
અરે એ નવલ ગઢ પરણી ને સ્થાયી થઇ છે..એક દિવસ મને આજ બસ માં મળી ગયેલી..
સુનીલ > આવી હશે પિયર માં બાપુ ની ખબર જોવા..લગન પછી તો છોકરી એ પિયર માં મહેમાન થઇ ને જ આવવાનું ને ?
ભરત > એ તો એમ જ ને ભાઈ..તમે ભાભી ને એમ જ મોકલો છો ને ?
સુનીલ> યાર ભરત ભદ્રા ને યાદ કરતો હોઉં ત્યારે તુ ભાભી નું નામ વચ્ચે ના લાવ.. લાડુ ખાતા ખાતા જાણે કાંકરો આવી ગયો હોય એવુ લાગે છે ,ભદ્રા માં કંઇક ખાસ વાત હતી..બાકી પેલી શીતલ , રંજન અને સોનલ પણ આપણા ગ્રુપ માં જ હતા ને ? તોય મને ભદ્રા સાથે જ કેમ પ્રેમ થઇ ગયો?
પ્રેમ ગમે ત્યાં અને ગમે તેની સાથે થાય દોસ્ત...એનું ઠેકાણું નહિ... અને કોલેજ ની છોકરી ઓ જે આપણી સાથે ભણતી હોય એમના થી છૂટી જવાનું કેટલું દુઃખમય હોય છે એ હું જાણું છું...પણ મને એક જ સવાલ સતાવે છે કે એક છોકરી એક વ્યક્તિ માટે સર્વસ્વ હોય એ જ છોકરી એના પતિ માટે કર્કશા ય પુરવાર કેમ થતી હશે?
ભરત અને સુનીલ સાથે વાતો માં શામેલ થતા સામે ની સીટ પર બેઠેલા એક એમની જ ઉંમર ના યુવાને વાત ચીત માં શામેલ થઇ ને રસ્તો ટૂંકો કરવાનો ઈરાદો જાહેર કર્યો..
મારું નામ અનિકેત છે.. અને હું નવલગઢ રહું છુ.. સરકારી નોકરી કરું છું..મારી પત્ની અઠવાડિયા થી પિયર આવી છે એને લેવા આવ્યો છું...
ઓહ બહુ સરસ..ભરત અને સુનીલે એક સાથે અનિકેત ને વધાવ્યો..
ભરત> યાર એમાં એવું છે ને કે માણસ નો સ્વભાવ જ એવો છે જે પાસે હોય એની કદર ના હોય અને એ જયારે છૂટી જાય ત્યારે એની કદર સમજાય..
કેમ સાચી વાત ને સુનીલ..? ભદ્રા ના છુટ્યા પછી જ તને એની કિંમત સમજાયેલી ને ?
કોણ ભદ્રા ભાઈઓ મને ય કૈક હિંટ તો આપો??? જુના પ્રેમપ્રકરણો..અને જુના પુસ્તકો બેઉ સરખા ગમે છે મને....અનિકેતે સવાલ કર્યો..
સુનીલ > સાવ સાચી વાત કીધી તમે ભાઈ..સ્કુલ કાળ નો પ્રેમ એ તો અવિસ્મરણીય હોય છે..
ભરત> હા અને છુટી ગયા પછી એ પ્રાતઃ સ્મરણીય બની જાય છે ...
ભરત > આ સુનીલ છે ને ? એ ભદ્રા માટે ખુબ લાગણી ધરાવતો હતો....એનું લેશન પણ એ કરી આપે...એની ચોપડીઓ ને પૂંઠા એ ચડાવી આપે..ભદ્રા ભણવા માં ઢ હતી..અને આ ગગો માસ્તર નો દીકરો એટલે હોશિયાર...
ભરત અનિકેત આગળ ભદ્રા પુરાણ વાંચતો રહ્યો અને સુનીલ ની આંખો ના ખૂણા ભીના થતા રહ્યા..એક કલ્લાક સુધી એક જ ટોપિક ચાલતો રહ્યો..વ્યાસ પીઠ પર થી ભરત ભદ્રા અને સુનીલ ના પ્રેમ નું પુરાણ વાંચતો રહ્યો અને અનિકેત આદર્શ શ્રોતા બની ને એક ચિતે ભદ્રા પુરાણ સંભાળતો રહ્યો..ભરત ના વર્ણન માં જયારે ભદ્રાને જોવા છોકરો આવવાનો હતો એ પ્રસંગ આવ્યો ત્યારે સુનીલ ની આંખ માં થી બોર બોર જેવડા આંસુડા બે સરી ને નીચે પડ્યા .સારું થયું કે અનિકેત કે બીજા કોઈ ની નજર ના પડી...ફટાફટ સુનીલે એ રૂમાલ કાઢી અને આંખો લુછી કાઢી.. પણ ભરત આજે એને રોવાડાવવાના જ મૂડ માં હતો.. ભરત નો આ માનીતો સબ્જેક્ટ હતો.. એ તો મિત્રો સાથે શરત મારતો કે હું ધારું ત્યારે સુનીલ ને રડાવી શકું... મિત્ર વર્તુળ શરત મારે એટલે ભરત હળવેક થી ભદ્રા ના લગ્ન નીવાત ઉખેળે અને ચાલુ થઇ જાય સુનીલ નું રડવાનું..
અનિકેત આગળ ભરત એ ભદ્રા ની સગાઇ ની વાત કરી..લગ્ન ની વાત કરી અને કન્યા વિદાય વેળા એ ગામ ના પાદરે આવેલા ભોલેશ્વર ના મંદિરે બેહોશ પડેલા સુનીલની વાત પણ કરી જેને ભદ્રા ના જાનૈયા ઓ થી ભરેલી જીપ માં જ દવાખાને લઇ જવો પડેલો... એ બધી વાત કરી..
એક કલ્લાક નો બોરીગ સમય ભદ્રા પ્રકરણ ને કારણે ખુબ જલ્દી પસાર થઇ ગયો..અને ત્રણેય જણા ઉતારવાની તૈયારી કરવા લાગ્યા...અંધારું થવા આવ્યું હતું...
ઉતર્યા પછી એક મિત્ર ની બાઈક પર ભરત અને સુનીલ તો લીફ્ટ લઇ ને બેસી ગયા પણ બેસતા પહેલા અનિકેત ને બાય કરવાનું અને શેક હેન્ડ કરવાનું ચુલ્યા નહિ..અનિકેતે પણ સુનીલ નો મોબાઈલ નંબર સેવ કરી લીધો..
એજ રાતે અનિકેતે રીસાઈ ને પિયર આવી ગયેલી પત્ની ને મનાવી લીધી.. એણે જે કહી એ બધી શરતો અનિકેતે માન્ય રાખી , અનિકેત નું બદલાયેલું રૂપ જોઈ ને એની કર્કશા પત્ની અન નવાઈ પામી.. પોતાની દીકરી ની પણ અમુક ભૂલો જાણતા અનિકેત ના સાસુ સસરા એ દીકરી ને સમજાવી ને વિદાય કરી..બસ ને આવવાની હજી દોઢ કલ્લાક ની વાર હતી એટલે એ પહેલા ભોલેનાથ ના દર્શન કરી આવો બેટા ..અને જે થયું એ ભૂલી ને ભગવાન શિવ ની જેમ ઝેર પિતા – પચાવતા શીખો એમ શિખામણ આપી..
અચાનક અનિકેત ની ભ્રમર તંગ થઇ ... એ બોલ્યો.. મમ્મી જી અમે બસ આવતા પહેલા આવીએ છીએ મંદિરે જઈ ને ...ચાલ તૈયાર થઇ જા...જલ્દી આપણે દર્શન કરી આવીએ..
અનિકેત ની પત્ની એ કહ્યું ના મારે ભોલેશ્વર નથી આવવું ..તમે કહેતા હોવ તો રામજી મંદિર જઈ આવીએ...
અનિકેત> હા તુ પહેલા સ્કુટર પર બેસ તો ખરી? રામજી મંદિર જઈશું બસ?
જેવી કર્કશા કૈકૈયી સ્કુટર પર બેઠી કે અનિકેતે સ્કુટર મારી મુક્યું અને સીધું ભોલેશ્વર મંદિરે જ લઇ જઈ ને ઉભું રાખ્યું... મેં ના પાડી તી ને કે રામજી મંદિરે લઇ જાઓ અહીં મારે દર્શન નથી કરવા? તોય અહીં કેમ લાવ્યા?
હજી તો એના હોંઠ માં આ વાક્ય છે ત્યાં એની નજર પગથીયા ચડતા સુનીલ અને ભરત પર પડી... જીભ થોથવાવા લાગી ..અને એ ઉભી થઇ ગઈ..ચાલો હવે આપણે જઈએ?
મંદ મંદ હસતા અનેકેતે કહ્યું..શું ઉતાવળ છે ભદ્રા? તુ કેટલી કીમતી છે એ મને જેણે સમજાવ્યું એને તો મળી લે પહેલા? સુનીલ... ભાઈ..કેમ છો?
સુનીલ અને ભરત તો અનિકેત અને ભદ્રા ને સાથે જોઈ ને એવા થઇ ગયા કે કાપો તો લોહી ય ના નીકળે...
અનિકેત> ભદ્રા પરણ્યા ની પહેલી રાતે તુ મને વારંવાર પૂછતી હતી ને કે જીપ માં પેલા ભાઈ ને લાવ્યા છો એ કોણ છે અને એમની તબિયત હવે કેમ છે ? મને માફ કરજે એ દિવસે મેં તને ઉડાઉ જવાબ આપ્યો હતો...
પણ આજે હું તને કહું છું કે એ ભાઈ ની તબિયત હવે એકદમ ઓકે છે...
સુનીલ... તુ મારી પત્ની સાથે મન ભરી ને વાતો કરી લે ત્યાં સુધી હું અને ભરત રામજી મંદિરે દર્શન કરી ને આવીએ છીએ...
કહી ને અનિકેત ભરત નો હાથ પકડી ને બહાર ખેંચી ગયો... ભદ્રા એ અનિકેત ને બોલતા સાંભળ્યો... ભદ્રા સુનીલ ને ક્યારેય ભૂલી શકી નથી..ભરત..એમને મન ભરી ને વાતો કરી લેવાદે...
કમ સે કમ છેલ્લી વાર એ બંને એક બીજા ને મન ભરી ને જોઈ તો લેશે...!!
મિલન ભલે ધાર્યા મુજબ નું ના રહે..વિદાય હમેશા ગ્રેસફુલ હોવી જોઈએ...
મંદિર ના પગથીયા ની બંને કોર બેસી ને ભદ્રા અને સુનીલે એક કલ્લાક વાતો કરી.. બેઉ ની વચ્ચે ભોલેનાથ મલકાઈ રહ્યા હતા.. જાણે કહેતા હતા ..કે હા અહીં જ મારો વાસ છે...
h.mangukiya