06/03/2015

રંગવાના ઓરતા 




પલકોમાં રંગ ભરી લાવી છુ હું આમ,
આજ મુજ રંગે તુ રંગાઇ જા ને શ્યામ .

જાણુ છુ શ્યામ પર કોઇ રંગ ન લાગે,
પણ તને રંગવાના ઓરતા આ જાગે,
લોક જુએ એમ તને રંગુ સરેઆમ,
આજ મુજ રંગે તુ રંગાઇ જા ને શ્યામ .

રંગ મુજ કને એમ ઝાઝા નથી,
ને તારી અખિલાઇને માઝા નથી,
તોય તને રંગવાની કીધી મે તો હામ
આજ મુજ રંગે તુ રંગાઇ જા ને શ્યામ.

ધુળેટીના રંગો સૌને મુબારક....
-----------------
-----------------
રંગનો મોટો ઢગલો લઇને,
રંગલો નહોતો રંગવા ગયો,
કોઇ દિ ઓલી રંગલીને..

તોય સૂણી ને સર્જાણી આ તો,
જોઇ ના,ચર્ચાણી વાતો,
ફલાણો ને ફલાણી રમતાતા હોળી,
એમાં ફલાણીની ચુંદર ભીંજાણી...

લોકો તો અહીં અટકી ગયા,
વાત કરીને છટકી ગયા,

રંગલો એમાં ભરમાઇ ગયો,
રંગમાં આવી હરખાઇ ગયો.

રંગલી પાસે જઇ કહેવા લાગ્યો,
તારો મારો સ્નેહ આ જાગ્યો...

લોકોએ જે કરી અધૂરી,
નક્કી હશે એ ખટમધૂરી,
હાલ્યને કરીએ વાત એ પૂરી,
છોડી દઇએ દૂરી દૂરી..

ગુસ્સામાં આવી રંગલીએ તમાચો ચોડી દીધો,
મારો ન વાંકગુનો,રંગલાએ હાથ જોડી દીધો..

જોઇ આ તમાશો ફાગણ એવો હસી રહ્યો,
બંદાએ કરી કેવી કમાલ,કહી ત્યાંથી ખસી ગયો..
sent from haresh mangukiya