રાત્રીના અંધકારમાં આકાશમાં અગણિત તારાઓ દેખાય છે. ટમટમતા તારલા ભરેલું આકાશ જોવાનો રોમાંચ અનેરો છે. પૃથ્વી પરથી નજરે પડતાં તારા સિવાય પણ બ્રહ્માંડમાં અગણિત તારાઓ છે. બ્રહ્માંડનો મોટો ભાગ તારાઓથી ભરેલો છે. કેટલાક તારાઓ સૂર્ય કરતાંય મોટા હોય છે. પરંતુ પૃથ્વીથી લાખો કરોડો પ્રકાશવર્ષના અંતરે આવેલા હોવાથી તે કદમાં નાના દેખાય છે. બ્રહ્માંડના તારાઓનું એક અલગ વિશ્વ છે. તારાઓ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે. બ્રહ્માંડમાં તારાઓથી ભરેલી આકાશગંગા છે. તે ઝડપથી ગતિમાન રહે છે. તારાનો જન્મ રજકણોમાંથી થાય છે. આકાશગંગાઓ એકબીજા સાથે અથડાઇ પડે ત્યારે તેમાંથી રજકણો બહાર ફેંકાય. આ રજકણોમાંથી તારાનો જન્મ થાય છે. તારાના કેન્દ્રમાં હાઇડ્રોજનનું હિલિયમમાં રૃપાંતર થતું હોય છે. હાઇડ્રોજન ખલાસ થાય એટલે તારો નાશ પામે છે.
તારાનો જન્મ થયા પછી તે કદમાં વધે છે અને લાલ થતો જાય છે. કેન્દ્રમાં હાઇડ્રોજન ઓછો થાય તેમ તેજસ્વીતા ઘટે છે અને અંતે ફાટીને મૃત્યુ પામે છે. તારો મૃત્યુ પામે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટને સુપરનોવા કહે છે. બ્રહ્માંડમાં રોજ નવા તારા જન્મે છે અને મૃત્યુ પામે છે. ખગોળશાસ્ત્રીઓ તારાનું અવલોકન કરીને તેની ઉંમર, કદ વિગેરેની માહિતી મેળવી શકે છે.
Sent from my h.mangukiya