ભક્ત બોડાણાની ભક્તિની ભભકમાં ભીંજાયેલું ડાકોર ગામ, જ્યાં રણછોડરાયનાં બેસણાં, આઠેય પહોર જય રણછોડરાયના નાદ ઉઠે. હાથીઘોડા પાલખી, જય કનૈયાલાલની ધૂન ઉઠે.
આવા ડાકોર ગામ માથે તે દિ' સૂરજમલ ઠાકોરની ઠકરાત હતી. સૂરજમલની શૂરવીરતાના સાથીઓ પુરાઇ ગયા હતા. આધેડ અવસ્થાએ સૂરજમલના અંગ માથે જાણે જુવાની ટલ્લા દેતી હતી. કેરીના બે ફાડિયા જેવી આંખ, હાથીની સૂંઢ જેવી ભુજાઓ, ગીરના કેસરીની કેશવાળી જેવા ઝુલ્ફા ને કરવતેય કપાય નહિ એવું કાંધ.
સૂરજમલની ડેલીએ ડાયરો જામે, કહુંબા ઘૂંટાય. હેતુમિત્રો વચ્ચે સૂરજમલ રૃડો લાગે, સૂરજમલની વીરતાનાં પંચમહાલ પરગણાના પાલ ગામનો ચારણ કવિ કાનદાસ વારણાં લ્યે. સૂરજમલને અને કાનદાસ વચ્ચે ભાઈબંધીની ગાંઠ વળી ગયેલી. કાનદાસ કવિ વગર સૂરજમલને કહુંબો ઉગે નહિ ને કાનદાસને સૂરજમલ વગર કોળીયો ગળે ઉતરે નહિ, ભાઈબંધી જાણે ભરડો લઈ ગઈ.
એક દિવસ બપોરા કરવા ડાયરો ડેલીમાંથી ઊઠી ઉંચી પડથારની ઓંસરી પર ચડયો. ભરત ભરેલી ગાદલીયું નખાઇ ગયું છે. સામે થાળ મૂકવા બાજોઠ ગોઠવાઇ ગયા છે, પડખે બસેરીયા ત્રાંબાના લોટા મુકાઈ ગયા છે. ડાયરાની પંગત પડી. પીરસણીયાએ પરથમ રણછોડરાયનો પરસાદ મૂક્યો, પાછળ ધીંગા રોટલા, ગોરસની ત્રાંસળીયું અને થીના ઘીના વાટકા મુકાણા, શાક પીરસાણા.
રોટલાનું બટકું ભાંગતાં કાનદાસે વેણ કાઢયાં ઃ
'બાપ સૂરજમલ !'
'બોલો કવિરાજ.'
'કાંઇ સાંભળ્યું ?'
ગિરના સિંહ જેવું માથું ધુણાવીને ઠાકોર બોલ્યા ઃ
'ના'
'ટોપીવાળાની સામે મંગળ પાંડેએ મેજરને મેદાનમાં ઢાળીને બળવો પોકાર્યો છે. હવે તો આગ આંગણે પૂગી કે પૂગશે એવું વેળુ છે.'
'તે આપણે કેમ કરશું ?'
ઠાકોર સૂરજમલે કવિ કાનદાસનો મોરાગ (અભિપ્રાય) જાણવા સવાલ કર્યો.
'બેઠા બેઠા તો હવે કીડીયું ચડે છે.'
'તો પછી નાખીએ નગારે ઘા. બોલો, સૌ ડાયરાને કબૂલ છે ?'
'કબૂલ છે !'
સૂરજમલ અને કવિ કાનદાસે અઢારસો સત્તાવનના બળવાને બળ આપવા કારહો રચ્યો.
ડાયરો પૂગ્યો પંચમહાલ પર થીગણાના પાલ ગામમાં. પાલગામમાં ઘાટ ઘડયો અંગ્રેજને કબજે કરવાનો.
કેસરીયા કરવા રણમેદાનમાં છેલ્લો જંગ ખેલતા બત્રીસલક્ષણા રણયોદ્ધાના ભાલે ઉતરેલા દુશ્મનના લોહીબંબોળ માથા જેવો ઉગમણા આભના ગોખેથી સૂરજ દેખાણો. પૃથ્વીના પાટલે ઘોર ધીંગાણા પછી રક્તના આટા પાટા પડી ગયા હોય એવા લાલ શેરડા ધરતી ઉપર પડવા માંડયા.
એવે ટાણે પાલથી કટક છૂટયું. લુણાવાડાને ફરતો ભરડો લીધો. ત્યાં તો ગામમાં રીડીઆરમણ બોલી ગઈ. બળવો, બળવો, ગઢની દોઢી દેવાઇ ગઈ, બૂરજમાંથી અંગ્રેજ સેનાએ બંદૂકોનાં નાળચાં માંડયાં, ઘડીસાપડીમાં તો ધડીંબ ધડીંબ ભડાકાથી લુણાવાડાની ડુંગરાળ ધરતી ગાજવા માંડી. સૂરજમલે અને કવિ કાનદાસે ઘોર ધીંગાણું ખેલ્યું.
માભોમની મુક્તિનો જંગ મંડાણો. પાલના પટાધરોએ સામા પડકારા દીધા. અંગ્રેજ સેનાને મદદ પૂંગી. પાલના શૂરવીરો રણસંગ્રામમાં રોળાવા લાગ્યા. કવિ કાનદાસ પકડાયો. અંગ્રેજ હકૂમતે કવિને કાજળકોટડીમાં પૂરી દીધા. ઠાકોર સૂરજમલ હાથતાળી દઈને છટકીને મેવાડમાં ગારદ બની ગયા.
દોથા જેવડા પાલ ગામે બતાવેલું બળવાનું પાણી અંગ્રેજોને જાણે ઝેર જેવું લાગ્યું. પાલને લેફટનન્ટ આલ્બની સેનાએ ધરાશયી કરી નાંખ્યું.
Sent from my h.mangukiya