13/02/2014

ચુંબન


હું તને ચુંબન કરું ને ધ્યાન ભટકી જાય તો ?
હું તને ચુંબન કરું ને શ્વાસ અટકી જાય તો ?

ફાયદો ઊંચકીને અંધારા ભરેલી રાતનો ,
હું તને ચુંબન કરું ને વીજ ચમકી જાય તો ?

પ્રેમ ભીના હોઠ ને સુક્કા કરીને વ્હાલથી ,
હું તને ચુંબન કરું ને આગ ભડકી જાય તો ?

ભર ઉનાળાની બપોરે સુર્યપર ચાદર મૂકી,
હું તને ચુંબન કરું ને મેઘ ટપકી જાય તો ?

પ્રેમનો ધાગો તૂટે ના વાત સાચી માનીને ,
હું તને ચુંબન કરું ને તુ જ બટકી જાય તો ?

સૌથી સુંદર ચીજ દુનિયાની ગણી આવેશમાં
હું તને ચુંબન કરું ને 'ઈશ' લટકી જાય તો ?
Sent from my h.mangukiya