હું છું તારી પ્રીતનું પારેવડુ,
પ્રેમનગરમાં ઉંચે ઉડયા કરું.
લાગણીને હૂંફ ભર્યા દિલમાં તારા,
પ્રેમઘર બનાવી સદા રહ્યા કરું.
સ્નેહ નીતરતી છે આંખો મારી,
પ્રેમથી તને હું નીરખ્યા કરું.
ચાંદ જેવા તુજ ચહેરાને જોઈ,
પ્રેમનું ગુટર ગુ કર્યા કરું.
ઉત્સાહ ભરી છે પાંખો મારી,
ફેલાવી આનંદથી ફફડાવ્યા કરું.
દિલના ગુલશનમાં મુક્ત બની હું,
તારી પ્રીતનાં પાલવડે લહેરાયા કરું.
તારા પ્રેમાળ હાથના સ્પર્શ થકી,
પ્રેમનાં અહેસાસથી ફુલાયા કરું.
તારી ચાહતમાં મસ્ત બની હું,
તારા દિલના આંગણમાં નાચ્યા કરું.
Sent from my h.mangukiya