- આજે પણ 'વસંત પંચમી' શુભ મનાય છે. શુભ કાર્યો થાય છે. તેનું કારણ શ્રીરામની ઉદારતા છે.
વર્ષભરના શુભકાર્યો માટે ૩ તહેવાર હિન્દુ ધર્મમાં ઉત્તમ ગણાય છે. (૧) વસંત પંચમી, (૨) અક્ષય તૃતિયા (૩) દશેરા આ ત્રણે ઉત્સવોમાં વસંતપંચમી શા માટે શ્રેષ્ઠ ગણાય છે. તે આજની પેઢીને ખબર નથી દશેરાએ શ્રીરામે લંકા ઉપર વિજય મેળવ્યો એટલે વિજયા દશમી અક્ષયતૃતિયા (અખાત્રીજ) પરશુરામની જયન્તી એટલે શુભ મનાય છે જ્યારે આ વસંત પંચમીને આપણે આટલું બધુ મહત્વ શા માટે આપીએ છીએ ?
વર્ષની ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસુ એમ આ ઋતુઓ પ્રચલીત છે પણ ૬ પેટા ઋતુઓ ગ્રીષ્મ, શિશીર, હેમંત, વર્ષા, શરદ અને વસંત આ વિભાગીય ઋતુઓ છે. હેમંત અને શિશિર પૂર્ણ થતાં વસંતનું આગમન થાય છે. મહાસુદ ૫ના રોજ વસંત પંચમી હોય છે. પ્રાકૃતિક સૌંદર્ય વસંતમાં ખીલી ઉઠે છે.
બાગમાં નવા ફુલો ખીલે છે તેમાં પણ ''પલાશ'' (ખાખરો) નામના વૃક્ષ ઉપર ખીલતા ફુલો કેસરી હોય છે. તેથી કેસુડા કહેવાય છે. ગુલાબી ઠંડીની મોસમ હોય તેથી કવિઓ પણ વસંત ઋતુને પોતાની કવિતામાં સમાવે છે ઘઉ, ચણા, તુવર જેવા ધાન્યની ઉપજ થાય છે. તેથી મહત્વ છે. બીજી કથા આમ છે.
ભગવાન શ્રી રામ વનવાસમાં હતા સાથે માતાસીતા પણ હતા અને લક્ષ્મણજી પણ હતા શ્રીરામજી અને સીતાજી નદી કિનારે બેઠાં હતા લક્ષ્મણજી બહાર હતા રામ સીતા એકલા જ હતા. પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી ચારે તરફ વસંતનું આગમન દેખાતું હતું.
આવી રમ્યપ્રકૃતિથી પ્રફુલીત થઇ ભગવાન શ્રીરામ અયોધ્યાનો ત્યાગ પણ ભૂલી ગયા પિતાના અવસાનનો શોક પણ ભૂલી ગયા અને સ્વાભાવિક રીતે સીતાજી સામે જોઇ મુશ્કુરાયા માતા સીતા પણ હસ્યા અને પ્રસન્ન થઇ શ્રીરામજીએ નજીકના ફૂલ છોડ ઉપરથી એક ફુલ લઇ સીતાજીના કેશમાં ભેરવ્યું. સીતાજી પ્રસન્ન થયા. ધરતી પણ આ દ્રષ્ય જોઈ હસી ઉઠી પણ અવકાશમાં ભ્રમણ કરતો ઇન્દ્રપ્રુત્ર જયંત આ દૈવીજોડીને જીરવી શક્યો નહિ અને ઇર્ષાથી જલી ઉઠયો એટલું જ નહિ પણ કાગડાનું રૃપ લઇ ઉડતો ઉડતો સીતાજીની નજીક આવી ચાંચમારી પ્રહાર કર્યો અને શ્રીરામજીને કહેવા લાગ્યો ''જગતને જણાવો છો કે રામ બ્રહ્મ છે અને આ ન દી કિનારે જાહેરમાં પ્રણયનું પ્રદર્શન કરો છો તે બતાવે છે કે રામ બ્રહ્મ નથી.
ભગવાને જયંતને ઓળખી લીધો અને સીતાજીને ચાંચ મારનાર જયન્તને મારવા ધનુષ્ય બાણ તૈયાર કર્યું. લક્ષ્મણજી આવી પહોચ્યા અને જયંતની ભૂલ બદલ તેને ઠપકો આપ્યો. જયન્તને ભૂલ સમજાઇ જે અવતારી પુરૃષ વર્ષો સુધી નિર્વીકાર જીવન જીવી રહ્યો છે. તેમના ઉપર શંકા કરવા પસ્તાવો કર્યો ભગવાને દયા કરી કાગડા રૃપે આવેલા જયન્તની એક આંખ ફોડી નાખી શ્રાપ આપ્યો કે હવે આજથી કાગડાની જાતની એક આંખ કાણી રહેશે.
બસ આ શ્રાપથી આજે પણ કાગડો એક આંખે કાણો હોય છે. મર્યાદા પુરૃષોત્તમ શ્રીરામ માટે પણ શંકા કરવાવાળા ઇર્ષાળુ લોકો આજે પણ છે અને નાસ્તિક જીવન જીવે છે. ઉપરોક્ત પ્રસંગ બન્યો અને ભગવાને સીતાજીને ફૂલ અર્પણ કર્યું તે પ્રસંગ દિવસ ''વસંત પંચમી'' નો હતો. તેથી આ તહેવાર શુભ માનાયો.
આજે પણ 'વસંત પંચમી' શુભ મનાય છે. શુભ કાર્યો થાય છે. તેનું કારણ શ્રીરામની ઉદારતા છે.
મનુષ્યને જીવવા માટે દુઃખો ભૂલવા માટે વસંતપંચમી જેવા તહેવારો આપ્યા છે. પ્રકૃતિને રમ્ય બનાવી ફૂલો ખીલાવ્યા છે. ફુલોમાં રંગ અને સુવાસ ભર્યા છે. ધરતીને લીલી હરિયાળી બનાવી છે. આવા ભગવાનશ્રી રામને યાદ કરી આપણા જીવનને પણ ''વસંત પંચમી'' જેવું રમણીય બનાવી આનંદથી જીવીએ અને ભગવાનને ગમતા થઇએ.
Sent from my h.mangukiya