30/01/2014

રમતું નગર


વહેલી પરોઢે ધુમ્મસમાં રમતું નગર સહી;

તહી સમીર આવતો ઠંડી રમ્ય સંગ લઇ;

શીતલ ર્સ્પશથી ઠારતો કાળજાઓ કંઇ;

               વહેલી પરોઢે ધુમ્મસમાં રમતું નગર સહી;

ચોમેર ઘન-સઘન ધુમ્મસ ગોરંભની છાયા ખડી;

ઉજ્જડનગરની વાટ ખાલી ભેંકાર પડી;

લાઇટના આછા પ઼કાશમાં ન કા´ખબર પડી;

વાટે ચાલ્યું કો´માનવી,વાહનની ન જાત મળી;

                વહેલી પરોઢે ધુમ્મસમાં રમતું નગર સહી;

ક્યાંય માથે ન´તો મેઘનો માંડવો તહીં;

છતાંય ધુમ્મસની ઘન-સઘન છાયા ખડી;

ઝાડ,ઘાસને વેલાપર ઝાકળની ઝાર મળી;

ક્યાક ચંદ્ સૂર્યની કો´ના ભાળ મળી.

                 વહેલી પરોઢે ધુમ્મસમાં રમતું નગર
Sent from my h.mangukiya