રૂપાવટી નગરીમાં બલરાજ નામનો રાજા રાજ કરતો હતો.રાજાને કોઇ વાતની ખોટ ન હતી.ધન-દોલતમાં,વાણી-વૈભવમાં,નીતિ-રાજનીતિમાં,કુળવાન-બલવાનમાં સર્વ રીતે સંપન્ન રાજાને શેરમાટીની જ ખોટ હતી.પથ્થર એટલા દેવ કરવા છતાં પુત્ર પ્રાપ્તિથી વંચિત હતો.
એક દિવસ વનવિહાર કરતાં કરતાં રાજા કોઇક આશ્રમમાં આવ્યા ,આશ્રમ વાળીને સાફ કરતા શિષ્યને પ્રણામ કરી રાજાએ કહ્યું પ્રણામ મુનિવર .
શિષ્યે રાજાને આવવાનું કારણ પૂછયું.રાજાએ કારણ કહ્યું. ઉત્સુક શિષ્યે રાજાને સંતાન પ્રાપ્તિનું આશીર્વચન આપતાં કહ્યું (સંતાન પ્રાપ્તિ થાઓ.)
આશીર્વચન મળતાં રાજાએ પોતાના નગર તરફ પ્રયાણ કર્યું.
સમાધિમાંથી જાગતાં શિષ્યે ૠષિમુનિને સઘળી હકીકત કહી. ૠષિમુનિએ શિષ્યને કહ્યું ઃ વત્સ ! રાજાના નસીબમાં સંતાન પ્રાપ્તિ નથી.પરંતુ હવે તારા આશીર્વચનથી તારે મૃત્યુને ધારણ કરી તેના ઘરે પુત્ર સ્વરૂપે અવતરવું પડશે.
આપની જેવી આજ્ઞા, ગુરુજીઃ શિષ્ય બોલ્યો.
સમય જતાં બલરાજ રાજાના કુળમાં પુત્રનો જન્મ થયો.રાજકુમાર બે-પાંચ વર્ષનો થયો છતાં કંઈ પણ બોલે નહીં.રાજાને આ બાબતે ઘણી ચિંતા થતી. એક દિવસ રાજકુમારને લઇ સેવકો જંગલમાં ફરવા માટે ગયા,ત્યાં રાજકુમારે એક દૃશ્ય જોયું. એક શિકારી ઝાડના થડમાં સંતાઇને શિકારની શોધ કરતો હતો. તે જ ઝાડની ડાળીપર બે પક્ષી બેસીને પોતાના અવાજમાં વાતો કરતાં હતા ચીંચી કરતા હતા. શિકારીએ તેમને મારી નાખ્યા.
અચાનક રાજકુમાર બોલ્યોઃ '' જે બોલે તે મરે''
રાજકુમારનું આ વાકય સાભળતાં જ સેવકો ખુશ થઇ ગયા.રાજાને ખુશીના સમાચાર આપ્યા.રાજાએ રાજકુમારને પાસે બેસાડીને અનેક પ્રશ્નો પૂછયાં ,છતાં રાજકુમાર કંઇ જ ન બોલ્યો.ગુસ્સે થયેલા રાજાએ સેવકોને મોતની સજા આપી.
આમ રાજકુમારે પિતાજીને કહ્યું: પિતાજી,શિષ્ય જીવનમાં હું બોલ્યો,તો હું મર્યો. પક્ષી જીવનમાં પક્ષી બોલ્યું પક્ષી મર્યું.સેવક જીવનમાં સેવક બોલ્યો,તો સેવક મર્યો. જે બોલે તે મર
Sent from my h.mangukiya