18/01/2014

સમી સાંજનો ટહુકો

સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો, લળી લળી હું વીણું ત્યા તો ચાંદે જઇને સંતાયો.. સ્નેહરશ્મિની આ પંકિતઓને જીવંત કરતી સોહામણી સાંજનું આ દ્રશ્ય ભારે મોહક લાગે છે. શિયાળાની સમી સાંજે સાંજના ટહુકા બાદ મંદ પડેલા સૂર્યનારાયણ પણ જાણે ઠંડીથી બચવા ધરતીનું ઓઢણું કરવાની ઉતાવળમાં હોય તેમ જણાય છે. આ વેળાએ ધરતીનો છેડો ઘર ભણી જવા પશુ-પંખી સહિત સૌની અધિરપ પણ સમજી શકાય તેવી છે.

Sent from my h.mangukiya