08/01/2014

બોદો સિક્કો

એ ગણતરીમાં કદી આવ્યો હતો,
જોકે સિક્કો આમ તો બોદો હતો.

ક્યાં વળી એણે સૂરજ જોયો હતો,
એ બિચારો એક પડછાયો હતો.

અર્થ એનો કોઈ સમજી ના શક્યું,
મૌન સાથે શબ્દને નાતો હતો.

ગર્વ પર્વત જેવડો એને હતો,
એક તણખો એટલે દાગ્યો હતો.

વારતા મેં સાંભળી ના સાંભળી,
પણ સ્વયંને કંઇક અણસારો હતો.


Sent from my h.mangukiya