06/01/2014

બગાવત કરી છે






અમે દિલની સાથે બગાવત કરી છે,
તમે કહો ભલે કે બનાવટ કરી છે.

પછેડી વ્યથાની અમે ઓઢી લઇને,
સહુને સુખોની સખાવત કરી છે.

કરી છે ઘણી ભૂલ જીવનમાં, પણ હા-
-બધી યે ભૂલોની છણાવટ કરી છે.

પછી પ્રેમ કરવાની એક જ એ ભૂલને
હંમેશા કરી છે, યથાવત કરી છે.

ખરેખર અમે માત્ર મૈત્રી નિભાવી,
અને તમને લાગે અદાવત કરી છે..!?

જીવનમાં કરી ના અમે દુશ્મની બહુ,
કરી જ્યારે બિલકુલ પ્રથા વત કરી છે.

મહેફિલમાં કાયમ લુંટાવીને 'આનંદ'
જુઓ જિંદગીમાં જમાવટ કરી છે.

Sent from my h.mangukiya