02/01/2014

બોલતો પોપટ


મિસિઝ બબલીએ પ્લમ્બરને ફોન કર્યો કારણ કે તેના ઘરમાં બાથરુમમાં લિકેજ થતું હતું. પણ પ્લમ્બર મોડો આવવાનો હોવાથી તેણે પ્લમ્બરને કહ્યું કે, ''હું કામ માટે બહાર જઇશ ત્યારે ઘરના ગોખલા પાસે ચાવી રાખી હશે. તમે કામ કાજ પતાવી દો ત્યારે અંદર કાઉન્ટર પર બિલ મુકી રાખજો. હું તમને ચેક મોકલાવી દઇશ. અને સાથે બીજી વાત ઘરમાં એક ખુંખાર રોટવિલર કુતરો છે જેનું નામ કિલર છે. કિલર તમને જરાય તંગ નહીં કરે. અને સાથે એક પોપટ પણ છે..તમે ગમે તે કરો પણ પોપટ સાથે કોઇ વાત કરતા નહી.''

બિલકુલ તેમજ પ્લમ્બર ઘરે આવ્યો તો કિલરે તેના તરફ કોઇ ધ્યાન આપ્યું નહી. પણ જ્યાં સુધી કામ ચાલુ હતુ ત્યાં સુધી પોપટ બડબડ કરીને એવા બરાડા પાડતો હતો કે પ્લમ્બરના મગજના તાંતણા ખેંચાઇ ગયા.છતાય તે કામકાજ બોલ્યા વગરજ કરતો રહ્યો.

છેવટે જ્યારે કામ પત્યુ અને પ્લમ્બર જવાની તૈયારી કરતો હતો ત્યારે તેનાથી રહેવાયુ નહીં અને તેણે પોપટને પૂછ્યું, "મુર્ખ પોપટ, તારુ મોઢું બંધ કેમ નથી રહેતુ!"

આ સાંભળીને પોપટ બોલ્યો, "કિલર, પકડ આને!"

Sent from my h.mangukiya