02/01/2014

આળસુના પીરને બહાર કાઢો


એક કંપની ખુબ ફડચામાં ચાલી રહી હતી. તેથી નવા સીઇઓની નિમણૂક કરવામાં આવી. નવો બોસ તાત્કાલિક આળસુ માણસોને કંપનીમાથી બહાર કાઢી મુકવા માગતો હતો.

કંપનીના રાઉન્ડ સમયે તેણે એક ડિપાર્ટમેન્ટ પાસે જોયું તો એક વ્યક્તિ આરામથી દિવાલને ટેકો દઇને ઉભો હતો. તે રુમમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા તેથી બોસ જણાવવા માગતો હતો કે કામ શું હોય અને તેને ખુબ સારો આઇડિયા આવ્યો.

સીઇઓ પેલા આળસુ પાસે જઇને પૂછે છે, ''મહિનામાં તું કેટલું કમાઇ લે છે ?'' થોડા આશ્વર્ય સાથે પેલો જવાબ આપે છે, ''મને તો 4000 મળે છે. પણ તમે શા માટે પૂછો છો ?'' સીઇઓ 4000 રૂપિયા કાઢીને તેના હાથમા મુકે છે અને જોર થી બરાડે છે, ''આ રહ્યો તારો મહિના નો પગાર. અને હવે અહીંથી ચાલતી પકડ..આ કંપનીમાં તારી કોઇ જગ્યા નથી.'' પહેલા વ્યક્તિને ફાયર કર્યા બાદ ખુબ ખુશ જણાતા સીઇઓએ પાસે એક વર્કરને પૂછ્યું "શું તમે મને કહી શકશો આ અહીં શું કામ કરતો હતો ?"

એક વર્કરે ખુબજ હળવાશ થી કહ્યું, "એ તો પિઝા ડીલીવરી કરવા આવ્યો હતો.."

Sent from my h.mangukiya