14/12/2013

ચતુર હિસાબનીશ


   
એક શેઠ હતા. બહુ ભણેલા નહિ. નસીબના બળે એમનું કારખાનું ધમધોકાર ચાલતું હતું. એમને એક હિસાબનીશની જરૃર હતી. એટલે તેમણે જાહેરાત છપાવી. તેમાં લખાયું હતું કે, જે ઉમેદવાર ઓછામાં ઓછા પગારે નોકરી કરવા તૈયાર હશે તેને રાખવામાં આવશે.
જાહેરાત વાંચીને અનેક ઉમેદવારો આવવા લાગ્યા. કોઇ પાંચ હજાર રૃપિયાનો પગાર માગે, તો બીજો કોઇ દસ હજાર રૃપિયા પગારની માગણી કરે. કેટલાક બહુ લાયકાત ધરાવનારા વળી ૨૦થી ૩૦ હજાર રૃપિયાના પગારની આશા રાખે. શેઠને તો પાંચ હજાર રૃપિયાનો પગાર પણ વધારે પડતો લાગતો, એટલે બધા ઉમેદવારોને તેમણે ના પાડી દીધી.
એક દિવસ ચતુર નામનો એક ઉમેદવાર આવ્યો. તેણે ફક્ત એક રૃપિયાના દૈનિક વેતનથી કામ કરવાની તૈયારી બતાવી. શેઠ તેને નોકરીમાં રાખવા તૈયાર થઇ ગયા. પરંતુ ઉમેદવારે કહ્યું કે 'મારી એક શરત છે. મારા વેતનમાં દરરોજ આગલા દિવસના કરતાં ૧૦૦ ટકા વધારો થવો જોઇએ. એટલે કે પહેલા દિવસે પગાર એક રૃપિયો, બીજા દિવસે બે રૃપિયા, ત્રીજા દિવસે એનાથી બમણા એટલે કે ચાર રૃપિયા. એમ દરરોજ આગલા દિવસના કરતાં બમણો પગાર.'
શેઠે એ શરતનો અર્થ સમજ્યા વિના તેને નોકરીએ રાખી લીધો. ચાલાક ઉમેદવારે નિમણૂંકપત્રમાં આગલા દિવસના કરતાં તે પછીના દિવસે બમણા પગારના ઉલ્લેખનો ખાસ આગ્રહ રાખ્યો.
ચતુરની નોકરી શરૃ થઇ ગઇ. ઉમેદવાર શેઠને હોશિયાર અને હિસાબી કામ માટે યોગ્ય લાગ્યો. શેઠ તેના પર ખુશ હતા.
ઓકટોબર મહિનો પૂરો થયો. પગારનો દિવસ હતો. ચતુર ઉમેદવાર મેનેજર પાસે પગારનો હિસાબ કરવા ગયો. ચતુરનો ૩૧ દિવસનો પગારનો આંકડો ગણતાં જ મેનેજરને પરસેવો છૂટી ગયો. એમણે શેઠને કહ્યું ઃ ''આ ચતુરને એક જ મહિનાનો પગાર રૃપિયા ૧,૦૭,૩૭,૪૧,૮૨૪ ચૂકવવો પડશે.''
શેઠની તિજોરીમાં આટલા બધા રૃપિયા નહોતા. એમને તો દેવાળું ફૂંકવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ. આખરે શેઠ અને મેનેજરે ચતુરને સમજાવીને દર મહિને એક લાખ રૃપિયા પગાર આપવાની તૈયારી બતાવીને સમાધાન કર્યું. ગણતરી કરવામાં ગફલત થઇ જાય તો દેવાળું ફૂંકવું પડે; એવું હવે શેઠને સમજાયું.
- રશ્મિન મહેતા



ચતુર હિસાબનીશનો પગાર


આગલા દિવસ કરતાં બમણા રૃપિયા લેખે


૧લો દિવસ

રૃા. ૧


૨જો દિવસ

રૃા. ૨


૩જો દિવસ

રૃા. ૪


૪થો દિવસ

રૃા. ૮


૫મો દિવસ

રૃા. ૧૬


૬ઠ્ઠો દિવસ

રૃા. ૩૨


૭મો દિવસ

રૃા. ૬૪


૮મો દિવસ

રૃા. ૧૨૮


૯મો દિવસ

રૃા. ૨૫૬


૧૦મો દિવસ

રૃા. ૫૧૨


૧૧મો દિવસ

રૃા. ૧,૦૨૪


૧૨મો દિવસ

રૃા. ૨,૦૪૮


૧૩મો દિવસ

રૃા. ૪,૦૯૬


૧૪મો દિવસ

રૃા. ૮,૧૯૨


૧૫મો દિવસ

રૃા. ૧૬,૩૮૪


૧૬મો દિવસ

રૃા. ૩૨,૭૬૮


૧૭મો દિવસ

રૃા. ૬૫,૫૩૬


૧૮મો દિવસ

રૃા. ૧,૩૧,૦૭૨


૧૯મો દિવસ

રૃા. ૨,૬૨,૧૪૪


૨૦મો દિવસ

રૃા. ૫,૨૪,૨૮૮


૨૧મો દિવસ

રૃા. ૧૦,૪૮,૫૭૬


૨૨મો દિવસ

રૃા. ૨૦,૯૭,૧૫૨


૨૩મો દિવસ

રૃા. ૪૧,૯૪,૩૦૫


૨૪મો દિવસ

રૃા. ૮૩,૮૮,૬૦૮


૨૫મો દિવસ

રૃા. ૧,૬૭,૭૭,૨૧૬


૨૬મો દિવસ

રૃા. ૩,૩૫,૫૪,૪૩૨


૨૭મો દિવસ

રૃા. ૬,૭૧,૦૮,૮૬૪


૨૮મો દિવસ

રૃા. ૧૩,૪૨,૧૭,૭૨૮


૨૯મો દિવસ

રૃા. ૨૬,૮૪,૩૫,૪૫૬


૩૦મો દિવસ

રૃા. ૫૩,૬૮,૭૦,૯૧૨


૩૧મો દિવસ

રૃા. ૧,૦૭,૩૭,૪૧,૮૨૪




Sent from my h.mangukiya