14/12/2013

ફુલોની સુંગધ અને અત્તરનું જાણવા જેવું.


ફૂલોની મનમોહક સુગંધ છે. બાગબગીચાનું મુખ્ય આકર્ષણ છે. પતંગીયા જેવા કિટકોને આકર્ષવા માટે ફુલોમાં સુગંધ હોય છે. આ સુગંધ આપણા માટે પણ આકર્ષણ છે. ફુલોની પાંખડીયોમાં એક પ્રકારનું ઉડ્ડયનશીલ તેણે હોય છે. આ તેણે બાષ્પ બનીને સતત હવામાં ભવ્ય કરે છે. ફુલોની પાંખડીઓ ઉપરાંત નીલગીરીના વૃક્ષોના પાનમાં, સુખડનાં લાકડામાં, તજની થડની છાલમાં અને કેટલાંક ફળોની છાલમાં પણ સુગંધ ધરાવતું ઉડ્ડયન શીલ તેલ હોય છે. તેને એસેન્શીયલ ઓઇલ કહે છે. સુગંધ વાતાવરણમાં કોઇ વાયુ સ્વરૃપે નહી પરંતુ એસેન્શીયલ ઓઇલના મોલક્યુલ હવામાં પ્રસરતા રહે છે.
વાતાવરણ સુગંધીદાર બનાવવા માટે અત્તરનો ઉપયોગ પુરાણકાળથી થાય છે. ફુલોમાંથી અત્તર બનાવવાની કળા પણ જુની છે. ફુલોની પાંખડીઓને પાણીમાં ઉકાળી તેમાંથી એસેન્શીપ ઓઇલ છુટુ પાડવાની કળા જુની છે. આજે યંત્રો વડે આ પ્રક્રિયા થાય છે. વિજ્ઞાાનીઓએ જુદા જુદા એસેન્શીયલ ઓઇલના રાસાયણિક માળખા જાણીને કૃત્રિમ સુગંધીદાર દ્રવ્યો પણ બનાવ્યા છે. આજે આવા દ્રવ્યોનો ઉદ્યોગ પણ મોટો છે. જુદા જુદા વનસ્પતિમાં એસેન્શીયલ ઓઇલનું પ્રમાણ વધતુ ઓછું હોય છે. એટલે ફુલોની સુગંધની તીવ્રતા પણ જુદી જુદી હોય છે.


Sent from my h.mangukiya