14/12/2013

ખરતા તારા શું છે ? તે ક્યાંથી આવે ?


   
સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતા આઠ ગ્રહો ઉપરાંત કેટલાક લઘુગ્રહો પણ છે. લઘુગ્રહો એટલે નાના ખડકો, કાંકરા અને ધૂળના રજકણોનો સમૂહ એસ્ટીરોઇડ બેલ્ટ નામના વિસ્તારમાં રહીને આ બધા લઘુગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરતા હોય છે. તેમાં ખડકો અંતરિક્ષમાં   ગમે ત્યાં ભટકતા હોય છે. આવા ખડકો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં પ્રવેશે તો આકર્ષાઇને પૃથ્વી પર પડે છે. અંધારી રાતે ઘણી વખત આકાશમાંથી ખરી રહેલો તેજ લિસોટો જોવા મળે છે. લોકો તેને ખરતા તારા કહે છે. પરંતુ તારા કદી ખરે નહી. આ તેજલિસોટા નાનકડા ખડકોના હોય છે. તેને ઉલ્કા કહે છે. ઉલ્કા લગભગ ૫૦૦૦ કિલો મીટરના વેગે પૃથ્વી તરફ ધસી આવતી હોય છે. એટલે મોટે ભાગે અવકાશમાં જ બળીને રાખ થઇ જાય છે.
નવાઇની વાત એ છે કે દરરોજ લાખો ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં આવે છે. જોકે આ ઉલ્કાઓની રાખના રજકણો જ પૃથ્વી સુધી પહોંચે છે.

Sent from my h.mangukiya