એકડે એક ભણવાની રાખો ટેક,
ભાઈઓ-બહેનો ભણવામાં કંઈક સાર છે.
બગડે બે, તમે રાખો ના ભણતરનો ભેં,
ભાઈઓ-બહેનો ભણતર વિના બેકાર છે.
ત્રગડે ત્રણ તમે રાખી મન સમજણ,
ભાઈઓ-બહેનો ભણતર એક ડહાપણ છે.
ચોગડે ચાર તમે જરા ન કરશો વાર.
ભાઈઓ-બહેનો ભણતર જીવન ઘડતર છે.
પાંચડે પાંચ જીવનમાં કરો જાંચ,
ભાઈઓ-બહેનો ભણતર પાંચમાં પૂજાય છે.
છગડે છ તમે ભારતનાં છડીદાર,
ભાઈઓ-બહેનો ભણતર પાણીદાર છે.
સાતડે સાત તમે ખાજો દાળ ને ભાત,
ભાઈઓ-બહેનો ભણતર મોટું દાવત છે.
આઠડે આઠ તમે કરશો ના ઠાઠમાઠ
ભાઈઓ-બહેનો ભણતર જીવનનો પાઠ છે.
નવડે નવ તમે બનજો ખરા માનવ,
ભાઈઓ-બહેનો ભણતર સાગરની નાવ છે.
એકડે મીંડે દસ ત્યાં આવી ભણતરની બસ,
ભાઈઓ-બહેનો ભણતર ભણો તો બસ છે.
- મનહરભાઈ દેવમુરારી
Sent from my h.mangukiya